આરોપી દેવાયત ખવડ અને મયુરસિંહ રાણા વચ્ચે એક વર્ષ પહેલાં થયેલ સમાધાનનો જૂનો વિડીયો થયો વાઇરલ જુઓ…
ગુજરાતના લોકપ્રિય સાહિત્યકાર અને મોટા ડાયરા કલાકાર એવા દેવાયત ખવડ હાલ ક્રાઈમ કલાકાર બન્યા હોય તેવું લાગી રહ્યું છે. સાત ડિસેમ્બરના રોજ રાજકોટના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ચેતેશ્વર ચોક નજીક મયુર સિંહ રાણા નામના શખ્સ પર દેવાયત ખવડ અને તેના સાથે મિત્રો દ્વારા ભર બપોરે ધોકા અને લોખંડની પાઇપ વડે જાહેરમાં જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.
હુમલાબાદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. અને મયુર સિંહ રાણાને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટની પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. પીડિત મયુરસિંહ રાણા અને તેના પરિવાર દ્વારા દેવાયત ખવડ અને તેના બે સાથે મિત્રો પર 307 અને બીજી કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. FIR થયા બાદ પોલીસ દેવાયત ખવડ અને તેના બે સાથે મિત્રોની શોધખોળમાં લાગી હતી.
પરંતુ દસ દિવસથી ફરાર ત્રણેય આરોપીઓ છેલ્લે શનિવારે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ રજૂ થયા હતા. ત્યારબાદ તેને કોર્ટમાં લઈ જવામાં આવ્યા હતા. અને કોર્ટે તેને બે દિવસના કડક રિમાન્ડ મંજૂર કર્યા હતા. આ સમગ્ર મામલાની વચ્ચે મયુરસિંહ રાણા અને દેવાયત ખવડના સમાધાનનો જુનો એક વિડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઇ રહેલા આ વિડીયો એક વર્ષ જૂનો હોય તેવું જાણવા મળી રહ્યું છે.
એક વર્ષ પૂર્વે કાર પાર્કિંગ બાબતે આરોપી દેવાયત ખવડ અને મયુર સિંહ રાણા વચ્ચે આપસી તકરાર જોવા મળી હતી. આ સમગ્ર મામલા બાદ બંને પક્ષો વચ્ચે શાંતિ જળવાઈ રહે તે માટે કરણી સેનાના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ જે.પી.જાડેજા અને ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર જ્યોતિરાદિત્યસિંહ ગણેશ જાડેજા સહિત બીજા ઘણા સામાજિક કાર્યકર્તાઓની હાજરીમાં મયુર સિંહ રાણા અને દેવાયત ખવડ વચ્ચે એક વર્ષે પૂર્વ સમાધાન કરવામાં આવ્યું હતું. તેનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. જુઓ આ વિડીયો