મયુરસિંહ રાણા પોતે ભાગેડું દેવાયત ખવડના ડાયરામાં પૈસા ઉડાડતો હોય તેવો વીડિયો વાયરલ, દેવાયતે ડાયરામાં મયુર વિશે કહ્યું એવું…-જુઓ વિડિયો
રાણો રાણાની રીતે ફેમ ગુજરાતના લોકપ્રિય સાહિત્યકાર અને મોટા ડાયરા કલાકાર દેવાયત ખવડ હાલ મયુરસિંહ રાણા નામના શખ્સ પર જીવલેણ હુમલો કરીને ફરાર થયો છે. આ સમગ્ર ઘટના વિશે તમને જણાવી દઈએ કે સાત ડિસેમ્બરના રોજ રાજકોટના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ચેતેશ્વર ચોક નજીક મયુર સિંહ રાણા નામના શખ્સ પર દેવાયત ખવડ સહિત તેના સાથી મિત્રો દ્વારા ભર બપોરે ધોકા અને લોખંડની પાઇપ વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.
આ સમગ્ર હુમલાના લાઇવ સીસીટીવી ફૂટેજનો વિડીયો તરત જ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો. આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. મયુર સિંહ રાણાને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો. અને ત્યારબાદ તેને પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવ્યો હતો. આ ઘટના બાદ મયુર સિંહ રાણાએ દેવાયત ખવડ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
આ સમગ્ર ઘટના બાદ દેવાયત ખવડના ડાયરાના જુના કેટલાક વિડીયાઓ પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. આ વીડિયોમાં દેવાયત ખવડ પોતે વટ અને ખુમારીની મોટી વાતો ફેકતો નજરે પડી રહ્યો છે પરંતુ હાલ તેના પર એક FIR થતાં તે ફરાર થયો છે. હજુ સુધી પોલીસના હાથે લાગ્યો નથી. આવા સમયે દેવાયત ખવડના એક ડાયરામાં મયુરસિંહ રાણા પોતે પૈસા ઉડાડતો હોય તેઓ એક જૂનો વિડિયો પણ હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
વાયરલ થઈ રહેલા આજના વીડિયોમાં જોઈ શકાય તેમ છે કે મયુરસિંહ રાણા પોતે દેવાયત ખવડના ડાયરામાં પૈસા ઉડાડતો જોવા મળી રહ્યો છે. દેવાયત ખવડ પોતે મયુર અને તેના એકબીજા સાથી મિત્રના શરૂ ડાયરામાં વખાણ પણ કરી રહ્યો છે. આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો હાલ ક્યાં વિસ્તારનો છે અને ક્યાં ડાયરાનો છે તેની સમગ્ર માહિતી હજુ સુધી જાણી શકાઇ નથી. વાયરલ થઈ રહેલા આ વીડિયાની પુષ્ટિ ત્રિકાળ ન્યૂઝ કરતી નથી. જુઓ વિડિયો