પ્લેટફોર્મ પર બે ટિકિટ માસ્તર વાત કરી રહ્યા હતા અચાનક થયું કઈક એવું કે તડપી તડપીને મળ્યું મોત, જોઇને તમારા પગ નીચેથી જમીન સરકી જશે…- જુઓ વિડિયો
આખી દુનિયામાં અમુક લોકોને અચાનક ભયાનક અને કરુણ મોત મળતા હોય છે. આવો જ એક દિલ ધડક લાઇવ મોતનો વીડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. રેલવે સ્ટેશન પર અવારનવાર કેટલીક દુર્ઘટના ઘટતી હોય છે. પરંતુ આ દુર્ઘટના કંઈક અલગ પ્રકારની છે. આ વિડીયો શેર કરીને યુઝર્સે રેલવે સ્ટેશન પર લોકોને થોડીક સાવચેતી રાખવા વિશે પણ જણાવ્યું છે.
વાયરલ થઈ રહેલા આ લાઈવ મોતના વીડિયોમાં જોઈ શકાય તેમ છે કે રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ પર બે ટિકિટ માસ્તર ઊભા રહીને વાતચીત કરી રહ્યા હતા. પરંતુ આ વાતચીત તેના જીવનની છેલ્લી વાતચીત બની ગઈ હતી. અચાનક એક પર હાઇવ વોલ્ટેજ વાયર તૂટી પડતા ટિકિટ માસ્તરને વીજળીનો જોરદાર ઝટકો લાગે છે. જેને કારણે તે અચાનક પ્લેટફોર્મ પરથી નીચે પણ પડી જાય છે આ ટિકિટ માસ્તરનું તડપી તડપીને કરુણ મોત આ વીડિયોમાં જોઈ શકાય છે.
વાયર તૂટી પડતા બાજુમાં ઉભેલ બીજો ટિકિટ માસ્તર ડરી જાય છે અને તે પ્લેટફોર્મ પર ભાગવા લાગે છે. આ વિડીયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વિડીયો પશ્ચિમ બંગાળના ખડકપુર રેલવે સ્ટેશનનો છે. આ વિડીયો સોશિયલ મીડિયા પર એક યુઝર્સ દ્વારા શેર કરીને સ્ટેશન પર કેટલીક સાવચેતીઓ રાખવા વિશે ચેતવણી આપવામાં આવી છે. હાઈ વૉલ્ટેજ ઈલેક્ટ્રીક શોક લાગવાના એવા દિલ ધડક વિડીયો અવારનવાર વાયરલ પર વાયરલ થતાં હોય છે.
આ સમગ્ર અકસ્માત બાદ તંત્ર દોડતું બન્યું હતું અને પ્લેટફોર્મ ઉપર ઉભા રહેલ તમામ લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટના વિશેનો એક અધિકારીનો ઓફિશિયલ પત્ર પણ હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં આ ટિકિટ માસ્તરનુ કરુણ મોતનો ઉલ્લેખ પણ કર્યો છે. સોશિયલ મીડિયા પર આ વિડીયો લાખો લોકોએ જોયો છે અને તેના પર અલગ અલગ પ્રતિક્રિયાઓ પણ આપવામાં આવી છે. જુઓ આ વિડીયો..