શખ્સની દાઢીમાં ચીપકી હજારો મોટી ઝેરી મધમાખીઓ, 10 સેકન્ડનો આ વાયરલ વીડિયો જોઈને તમને ઠંડીમાં પરસેવો છૂટી જશે…
સોશિયલ મીડિયાના માધ્યમથી અવારનવાર કેટલાક શોકિંગ વિડીયો વાયરલ થતા હોય છે. જેને જોઈને નરી આંખે પણ વિશ્વાસ કરવો મુશ્કેલ લાગતો હોય છે. પરંતુ ઘણા વિડિયો હકીકતમાં સાચા હોય છે. આવો જ એક દિલ ધડક અને શોકીંગ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ભારે ધૂમ મચાવી રહ્યો છે. આ વિડીયો મોટી ઝેરી મધમાખીનો છે.
સોશિયલ મીડિયાના માધ્યમથી હાલ મોટી ઝેરી મધમાખીઓના એક પાલકનો શોકિંગ દિલ ધડક વિડીયો વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે. ઘણા લોકો પ્રાણીઓ અને પક્ષીઓને પાળવાનો શોખ રાખતા હોય છે. કોઈપણ પ્રાણી હોય કે પછી જીવજંતુ હોય તે સામાન્ય પરિસ્થિતિમાં કોઈ પણ સામે હુમલો કરતુ નથી. જો પાલતુ પ્રાણી અને પાલક વચ્ચે દોસ્તી હોય તો તે પાલક પર પોતાની જાન પણ લૂંટાવી દેતું હોય છે.
દુનિયાની સૌથી રહસ્યમય જીવન જીવતી મોટી ઝેરી મધમાખીઓનો એક વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો છે. તમે વૃક્ષો પર અને પહાડો અને ઘરોની છત પર મધપુડા તો જોયા જ હશે. પરંતુ હાલ વાયરલ થઈ રહેલ વીડિયોમાં તમે જોઈ શકો તેમ છો કે એક શખ્સની દાઢીમાં લાખો મોટી મધમાખી ચીપકીને મધપૂડો બનાવ્યો હોય તેવું લાગી રહ્યું છે.
મધમાખીઓના ઝુંડને જોઈને ભલભલા લોકો ડરવા લાગતા હોય છે. લોકો આ મધમાખીના મધપૂડાની આજુબાજુ ભટકવાનું પણ પસંદ કરતા નથી. મધમાખીઓના ઝૂંડને જોઈને લોકોમાં ભયનો માહોલ જોવા મળતો હોય છે. પરંતુ હાલ વાયરલ વીડિયોમાં એક વ્યક્તિ મધમાખી સાથે રમતો જોવા મળી રહ્યો છે.
આ વ્યક્તિ મધમાખીઓના મોટા ઝુંડથી ઘેરાયેલો છે. મધમાખી તેના મોઢાની આસપાસ ચોંટી જાય છે. પરંતુ વીડિયોમાં આ શક્સ નિર્ભયતાથી મધમાખીઓ સાથે વાતો કરતો હોય તેવું લાગી રહ્યું છે. તેનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ રહ્યો છે. અહીં જુઓ વિડિયો