નાના બાળકની ટીચર સાથેની વાતચીતના આ વિડીયોએ લાખો લોકોના દિલ જીતી લીધા, પોતાની ટીચરને કહ્યું એવું કે…- જુઓ વિડિયો…
નાના બાળકોને ભગવાનનું રૂપ માનવામાં આવે છે. તમામ નાના બાળકો ખૂબ જ સુંદર અને માસુમ હોય છે. અમુક નાના બાળકો એવી આવડત ધરાવતા હોય છે કે તેને જોઈને લોકો પણ અચંબિત રહી જતા હોય છે. તો આ સાથે જ કેટલાક બાળકો ખૂબ જ સુંદર અને રમુજી કરાવતા મનમોહક હોય છે. નાના બાળકોના રમુજી અને સુંદર વિડીયો અવારનવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે. આ બાળકો લાખો લોકોના દિલ જીતી લેતા હોય છે.
આવો જ એક રમુજી બાળકનો પોતાની ટીચર સાથેનો વાતચીતનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો છે. આ વિડીયો જોઈને લાખો લોકો ખુશ થયા છે. અને ઘણા લોકોએ આ વિડીયો પર પ્રતિક્રિયાઓ પણ આપી છે. નાના બાળકના આ વિડીયોએ ઇન્ટરનેટના તાપમાનમાં વધારો કર્યો છે. આ વિડીયો એક સ્કૂલમાં ભણતા નાના બાળકનો છે.
વીડિયોમાં જોઈ શકાય તેમ છે કે ક્લાસરૂમમાં નાનો બાળક પોતાની ટીચર સાથે વાતચીત કરી રહ્યો છે. આ દરમિયાન ટીચર સાથે અમુક એવો વાર્તાલાપ કરે છે જેને કારણે ટીચર પણ સાંભળીને ચોંકી ઊઠે છે. આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ઝડપથી આગ પકડી રહ્યો છે. આ બાળક હસીને પોતાની ટીચરને કહે છે કે તમે સાડી પહેરીને આવ્યા ત્યારે ખૂબ જ સારા લાગી રહ્યા હતા. ત્યારે શિક્ષક પરત પૂછે છે કે કેમ સાડીમાં સારી દેખાતી હતી?
તો બાળક પહેલા ઊંડાણપૂર્વક વિચાર કરે છે અને પછી કહે છે કે મને તમારી સાડી ખુબજ ગમી છે. બાળક વધુમાં કહે છે કે તમે મારા પ્રિય મેડમ છો. ટીચર પણ આગળ કહે છે કે હું તારી પ્રિય મેડમ છું તો બાળક જવાબમાં હા કહે છે. બાળક અને શિક્ષકનો આ વાર્તાલાપ વાળો વિડિયો હાલ લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે આ વિડીયો ટ્વીટર પર @Sunilpanwar2507 એકાઉન્ટ પરથી યુજર્સે ટ્વીટ કરીને શેર કર્યો છે. જુઓ વિડિયો…