હાર્દિક પંડ્યા પત્ની નતાશા પાસેથી ડાન્સ શીખતો હોય તેવો વીડિયો વાયરલ, આ જોઈને એક ફેન્સે કહ્યું- તમે ચંપક ચાચા જેવો ડાન્સ કરો છો…- જુઓ વિડિયો..

ટીમ ઈન્ડિયાનો ન્યૂઝીલેન્ડ પ્રવાસ હાલ પૂર્ણ થયો છે. આ પ્રવાસમાં ટીમ ઇન્ડિયાએ હાર્દિક પંડ્યાની કેપ્ટન શિપ હેઠળ T 20 સીરીઝમાં 1-0 થી મોટી જીત મેળવી હતી. ત્યારબાદ ત્રણ મેચોની વન-ડે સિરીઝ પૂર્ણ થઇ છે. આ વનડે સિરીઝમાં શિખર ધવનને કેપ્ટનશીપ સોંપવામાં આવી હતી પરંતુ આ સિરીઝમાં 1-0થી મોટી હાર મળી હતી. T 20 સિરીઝ બાદ હાર્દિક પંડ્યા આરામ પર હતો. તેની વચ્ચે હાલ પત્ની નતાશા પાસે હાર્દિક ડાન્સ શીખતો હોય તેવો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

હાર્દિક પંડ્યાએ આ વિડીયો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ દ્વારા શેર કર્યો છે. આ વિડીયો શેર થતા જ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને ઘણા ફેન્સ તેના પર ઘણી બધી પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે. આ વીડિયોમાં જોઈ શકાય તેમ છે કે હાર્દિક પંડ્યા તેની પત્ની નતાશા પાસેથી ડાન્સ શીખતો નજરે પડી રહ્યો છે. તો આ સાથે જ તેની પત્ની નતાશા હાર્દિકને ચપ્પટી બગાડીને સ્ટેપ બાય સ્ટેપ ડાન્સ શીખવી રહી છે.

હાર્દિક પંડ્યા ક્રિકેટમાં બેટ અને બોલથી ડાન્સ કરતો હોય છે પરંતુ આ રીયલ ડાન્સમાં પત્નીની નકલ કરવામાં ખૂબ જ મુશ્કેલીઓ આવી રહી છે. આ વિડીયો સોશિયલ મીડિયા પર ચાહકોને ખુબજ પસંદ આવી રહ્યો છે. અને ચાહકો કોમેન્ટમાં મોટી મોટી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એક યુજર્સે લખ્યું છે કે તમે ખોટી લાઈનમાં આવી ગયા છો. તો વળી બીજા યુજર્સે એવું પણ કહ્યું છે કે તમે જેઠાલાલમાં આવતા ચંપકચાચાની જેમ ડાન્સ કરી રહ્યા છો.

આ વિડીયો પહેલા હાર્દિક પંડ્યાનો ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની સાથે દુબઈમાં એક ફ્રેન્ડની બર્થ ડે પાર્ટીમાં ડાન્સનો વીડિયો વાયરલ થયો હતો. તે વીડિયોમાં હાર્દિક પંડ્યા મહેન્દ્રસિંહ ધોની સાથે ખૂબ જ જોરદાર ડાન્સ કરી રહ્યો હતો. તેમાં શાહિદ કપૂરની ફિલ્મ આર રાજકુમારના પ્રખ્યાત ગીત પર જોરદાર ડાન્સ કર્યો હતો. આ વિડીયો ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. આ વિડીયો બાદ પત્ની નતાશા સાથે ડાન્સ શીખવાનો આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જુઓ આ વિડીયો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *