ખજુરભાઈ જે જગ્યાએ વૃદ્ધાશ્રમ બનાવી રહ્યા છે તે જગ્યાએ સાળંગપુર ધામના સંતોએ પાડ્યા પગલાં…-જુઓ વિડિયો
સમગ્ર ગુજરાતના પ્રસિદ્ધ યુટયુબપર અને કોમેડી મેન ખજૂર ભાઈ ઉર્ફ નીતિન જાની હાલ ગુજરાતમાં એક મોટા વૃદ્ધાશ્રમનું નિર્માણ કરવા જઈ રહ્યા છે. ખજૂર ભાઈને આજે લોકો ભગવાન રૂપ માની રહ્યા છે. ખજૂર ભાઈએ રાજ્યના ઘણા બધા વિસ્તારોમાં જરૂરિયાતમંદ લોકોને ઘણી સેવાઓ પૂરી પાડી છે. સેવાકીય કાર્યોને કારણે આજે સમગ્ર રાજ્યમાં નહીં પરંતુ દેશ વિદેશમાં પણ તેમણે ગુજરાતનો ડંકો વગાડ્યો છે.
ખજૂર ભાઈને હાલ ગરીબોના મસીહા તરીકે પણ ઓળખવામાં આવે છે. તમને જણાવી દઈએ કે નીતિન જાનીએ પોતાની પોતાના કરિયરની શરૂઆત એક નાનકડી એવી ટીમ સાથે youtube માં કોમેડી વિડીયો ચેનલ દ્વારા કરી હતી. Youtube માંથી પ્રસિદ્ધ થયા બાદ તેમણે રાજ્યના ઘણા બધા વિસ્તારોમાં લગભગ 300 થી પણ વધુ પાકા ઘરો બનાવ્યા છે.
અત્યાર સુધીમાં ખજૂર ભાઈએ ગુજરાતના હજારો જરૂરીયાત મંદ અને વિકલાંગ લોકોને રહેવા માટે ઘર પાણી અને રાશનની મોટી સુવિધાઓ પણ પૂરી પાડી છે તો આ સાથે જ અનાધાર ઘણા બધા બાળકોને પણ તેમણે જાની દાદા ફાઉન્ડેશનમાં મોટું સ્થાન આપ્યું છે. ફરી એકવાર ખજૂર ભાઈ અને તેની ટીમ દ્વારા રાજ્યમાં મોટું એક વૃદ્ધાશ્રમ બનાવવાની મોટી જાહેરાત કરી છે.
તાજેતરમાં જ આ વૃદ્ધાશ્રમની જગ્યા પણ તેમણે ખરીદી છે. આ જગ્યામાં ગુજરાતના પ્રસિદ્ધ સાળંગપુર ધામના સંતોએ તેના પર ભગવાન સાથે પૂજન કર્યું છે. જેના ફોટાઓ હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. સાળંગપુર ધામના સંતો દ્વારા આ વૃદ્ધાશ્રમની ભૂમિ પર પોતાના પાવન પગલાંઓ પાડ્યા છે.
નિતીન જાની સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેતા હોય છે. સાળંગપુર ધામ અને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની સાથે નવસારી જિલ્લાના એસપી નીતિન જાણીના ઘરે પધાર્યા હતા જેની કેટલીક તસવીરો અને વિડિયો પણ સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા શેર કરી છે. જુઓ અને તસવીરો વિડિયો…