પાયલટે પ્લેનમાં મુસાફરોને એક શાયરના અંદાજમાં કરી એવી વાતો, તે સાંભળીને યાત્રીઓ જોતાં જ રહી ગયા, તમે પણ જુઓ વાઇરલ વિડિયો…
એરપોર્ટ અને પ્લેનમાં વારંવાર એવા વિડીયો વાઇરલ થતા હોય છે કે તેને જોઈને લોકો જોતા જ રહી જતા હોય છે. પરંતુ હાલ સ્પાઇસ જેટના એક પાયલોટનો યાત્રીઓને એક શાયરીના અંદાજમાં સલાહ આપતો હોય તેવો એક વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ ધૂમ મચાવી રહ્યો છે. વાયરલ થઈ રહેલ આ વીડિયોમાં મુસાફરો અને પ્લેનની અંદર મેસેજ આપવા માટે પાયલોટે ખૂબ જ જોરદાર મગજ વાપર્યો હતો. પાયલોટનો આ સલાહ આપતો વિડીયો હાલ લોકો જોઈને તેના ખૂબ જ વખાણ કરી રહ્યા છે.
વાયુ વેગે વાયરલ થઈ રહેલા આ વિડીયો ડિસેમ્બર 2022નો છે. જેમાં એક મુસાફરે દિલ્હી થી શ્રીનગર જતી ફ્લાઈટમાં આ વીડિયોને રેકોર્ડ કર્યો હતો અને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા શેર કર્યો હતો. આ વીડિયોમાં તે મુસાફરે પોતાની સીટ પર બેસીને પાયલોટનો આ એક અલગ અંદાજ વાળો વિડિયો રેકોર્ડ કર્યો હતો.
આ વીડિયોમાં ઉડાન ભરતી વખતે પાયલોટ સુરક્ષા અંગે પ્લેનમાં કેવી પ્રક્રિયા હોય છે તેને લઈને મુસાફરોને જાગૃત કરી રહ્યો છે. પરંતુ આ જાગૃત કરવાનો અંદાજ એક શાયરીના અંદાજમાં જોવા મળી રહ્યો છે. આ અંદાજ જોઈને લોકો આશ્ચર્ય પામી ગયા છે. આ મેસેજ આપતા પાયલોટનું નામ મોહિત તેવતિયા છે. આ પાયલોટ સ્પાઇસ જેટમાં કામ કરી રહ્યો છે. કામ કરતી વખતે તે મુસાફરો સાથે શાયરીના અંદાજમાં વાતો કરતો નજરે પડી રહ્યો છે.
આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ ધૂમ મચાવી રહ્યો છે. આ વિડીયો સ્વયં પાયલેટ એ પણ શેર કર્યો છે આ વિડીયો પોતાના instagram એકાઉન્ટ દ્વારા શેર કર્યો છે. આ વીડિયોમાં તમે જોઈ શકો કેમ છો પાયલોટ ફ્લાઈટમાં મુસાફરોને મેસેજ આપી રહ્યો છે મેસેજ આપતા સમયે જણાવી રહ્યો છે કે “જરા માંદ કો આરામ ઔર ના કરે ધુમ્રપાન, વરના દંડનિયા હો શકતા હૈ અંજામ.” જુઓ વિડિયો…