મોટી બહેન પોતાના નાના ભાઈને ખોળામાં લઇને વહાલથી કેહવા લાગી કંઈક એવું કે.. વિડિઓ જોઈને તમારું દિલ પણ થઈ જશે ખુશખુશાલ…
મોટી બહેન અને નાના ભાઈનો સંબંધ કંઈક અલગ જ હોય છે. તેઓ બંને એકસાથે મળે છે ત્યારે ઝઘડતા હોય છે જ્યારે બંને એકબીજાથી અલગ થાય છે ત્યારે વિરહમાં રડતા હોય છે આવો ભાઈ અને બહેનનો અનોખો અને હૃદય સ્પર્શી પ્રેમનો સંબંધ ખૂબ જ પવિત્ર હોય છે. ઘરમાં એક મોટી બહેન હોય તો તે પોતાના નાના ભાઈઓ બહેનોને માતા પિતાની જેમ તેની સાર સંભાળ લેતી હોય છે. આવો જ એક મોટી બેનનો પોતાના નાના ભાઈ પ્રત્યેના પ્રેમ અને વહાલનો એક વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
વાયરલ થઈ રહેલ આ વીડિયોમાં એક નાનકડી બહેન પોતાના નવજાત નાના ભાઈને પોતાના ખોળામાં લઈને એક માતાની જેમ તેના પર પ્રેમ વરસાવી રહી છે તેની સાથે મીઠી મીઠી વાતો પણ કરી રહી છે. આ વિડીયો ટ્વીટર પર શેર કરવામાં આવ્યો છે. અને આ વિડીયો લાખો લોકોએ જોયો પણ છે. અને ઘણા લોકોએ ભાઈ અને બહેનના સંબંધને લઈને વિડીયો પર પ્રતિક્રિયાઓ આપી છે. વાયરલ થઈ રહેલ આ વિડીયો ટ્વીટર એકાઉન્ટ @Gulzar_sahab પરથી ટ્વિટ કરવામાં આવ્યો હતો.
આ વીડિયોમાં જોઈ શકાય તેમ છે કે એક નાની બહેન પોતાના નવજાત નાના ભાઈને પોતાના ખોળામાં લઈને તેના પર દિલ ખોલીને કેટલીક વાતો કરી રહી છે તો આ સાથે જ તેના માથા પર હાથ ફેરવીને તેના પર પ્રેમ છલકાવી રહી છે અને પોતાના નાના ભાઈને કહેવા લાગે છે કે લાડુ, મોદક, રસગુલ્લા, ગોલગપ્પા વગેરે વગેરે નામો પાડી રહી છે. ભાઈ બહેનના આ અમૂલ્ય સંબંધના પ્રેમનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને લગભગ 1.5 લાખ કરતા પણ વધારે લોકોએ આ વિડીયો જોયો છે.
નાનકડી એવી બેન પોતાના ભાઈ પર ખૂબ જ સ્નેહ અને પ્રેમ વરસાવી રહી છે પોતાના નાના નવજાત ભાઈને ખોળામાં લઈને પોતાના ભાઈ વિશે કાલુ કાલુ બોલતી ખૂબ જ સુંદર અને મનમોહક લાગી રહી છે આ વિડીયો જોઈને ઘણા લોકો ખુશખુશાલ થઈ જતા હોય છે. આ વિડીયો પર ઘણા યુઝરસે પ્રતિક્રિયાઓ આપી છે અને કહ્યું છે કે ભાઈ અને બહેનનો પ્રેમ આવો જ હોય છે પોતાની મોટી બહેન હંમેશા નાના ભાઈને પોતાની માતાની જેમ સાર સંભાળ લેતી હોય છે. ભાઈ અને બહેનના પ્રેમ સંબંધનો આ વિડીયોએ અનેક લોકોના દિલ જીતી લીધા છે. જુઓ આ વિડીયો..