સુલતાનપુરમાં એક પરિવારની 25 વર્ષથી ખરાબ હાલત જોઈને ખજુરભાઈ પણ ધ્રૂસકે ધ્રૂસકે રડી પાડ્યા…-જુઓ વિડિયો
ગુજરાતના જાણીતા એવા યુટ્યુબર અને સમાજસેવક ખજૂર ભાઈ ઉર્ફ નીતનભાઈ જાની હંમેશા જરૂરિયાતમંદ લોકો અને સમાજ સુધારકના કાર્યમાં તત્પર રહેતા હોય છે. ખજૂરભાઈને હાલ ગુજરાતના સોનુ સૂદ તરીકે પણ ઓળખાય છે. તેના સારા અને માનવ કલ્યાણના કામોને કારણે તે આજે ફક્ત ગુજરાતમાં નહીં પરંતુ દેશ વિદેશમાં પ્રસિદ્ધ બન્યા છે.
ગુજરાતમાં બે વર્ષ પહેલા સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આવી પડેલ વાવાઝોડા બાદ ખજૂર ભાઈ અને તેની ટીમ દ્વારા આ કુદરતી આફતની પરિસ્થિતિમાં સમગ્ર ગુજરાતમાં 200થી પણ વધુ પરિવારો માટે રહેવા માટે ઘર બનાવ્યા હતા. તાજેતરમાં જ ખજૂર ભાઈ અને તેને ટીમ દ્વારા નવ દિવ્યાંગ બાળકોને રહેવા માટે ત્રણ ઘર બનાવી આપ્યા હતાં. હજુ પણ ખજૂર ભાઈ આ સેવાના કાર્યો કરી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે હાલમાં ખજૂર ભાઈએ એક મોટું સેવાનું કામ કર્યું છે. આ જોઈને ખુદ ખજૂર ભાઈ પણ ધ્રૂજકે ધ્રુજકે રડી પડ્યા હતા. ખજૂર ભાઈએ પોતાની યુટ્યુબ ચેનલમાં મુકેલ વીડિયોમાં તે સુલતાનપુર ગામમાં એક જરૂરિયાતમંદ પરિવારની મદદ કરવા માટે પહોંચ્યા હતા. આ જરૂરીયાત મંદ પરિવાર છેલ્લા 25 વર્ષથી ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો હતો.
ખજૂર ભાઈને જોતા જ તમામ સદસ્યોની સાથે સાથે ખજૂર ભાઈ પણ ધ્રુજકે ધ્રૂજકે રડવા લાગ્યા હતા. તેનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. સુલતાનપુરના પરિવાર વિશે વાત કરીએ તો આ ગામમાં સૌપ્રથમ LLBની ડીગ્રી મેળવનાર અને છોકરાઓને ટ્યુશન ક્લાસીસ કરાવનાર એક ભાઈનું ઘર ભાંગી જતા તેની બહેનને ખૂબ જ આઘાત લાગ્યો હતો અને તેણે માનસિક સંતુલન ગુમાવ્યું હતું.
આ બહેન 25 વર્ષથી ઘરની બહાર આપત્તિ જનક પરિસ્થિતિમાં રહેતા હતા. LLB કરેલ આ ભાઈ રીક્ષા ચલાવીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. પરંતુ થોડા સમય પહેલા તેની બંને આંખો જતી રહેતા આવકનો સ્ત્રોત અટકી ગયો હતો. આ સમગ્ર વાતની જાણ ખજૂર ભાઈને તથા તેની મદદ એ દોડી આવ્યા હતા. આ બંને ભાઈ-બહેનની સાર સંભાળ તેના માસી રાખી રહ્યા હતા. આ સમગ્ર ઘટના જાણતા ખજૂર ભાઈ પણ રડી પડ્યા હતા. જુઓ વિડિયો