સ્કુટી ચલાવતી પાપાની પરીનું સંતુલન ખોરવાતા રસ્તાની બાજુમાં રહેલ ગટરમાં ખાબકી પછી થયું એવું કે, જોઈને તમે હસી હસીને લોત પોત થઈ જશો…-જુઓ વીડિયો
સોશિયલ મીડિયા પર અવારનવાર રોડ અને રસ્તા પર થતા અજીબો ગરીબ એક્સિડન્ટના વિડીયો વાયરલ થતા હોય છે. પરંતુ હાલ વાયરલ થઈ રહેલ એક વિડિયો પાપાની પરીનો છે. આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ ટ્રેન્ડ કરી રહ્યો છે. આ વિડીયો વિશે તમને ટૂંકમાં જણાવી દઈએ કે બે છોકરીઓ સ્કુટી લઈને ગલીઓમાં ડ્રાઇવિંગ કરી રહી હતી. આ સમય દરમિયાન પાપાની પરી હેન્ડલ પરથી સંતુલન ગુમાવતા તેની સાથે ખૂબ જ મોટી ઘટના ઘટી હતી.
ઘટના સ્થળે હાજર કોઈ એક વ્યક્તિએ આ સમગ્ર ઘટનાનો વિડીયો મોબાઇલમાં ઉતારીને ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. શેર કરવામાં આવેલ આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. છોકરીઓની સ્કુટી ચલાવવાની અલગ અલગ સ્ટાઇલના આવા બીજા કેટલાક વિડીયો પણ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડમાં જોવા મળતા હોય છે. પરંતુ હાલ આ વિડીયો સોશિયલ મીડિયા પર હેડલાઇન્સ બન્યો હોય તેવું લાગી રહ્યું છે.
આ વિડીયો વિશે વિગતવાર વાત કરીએ તો ત્રણ યુવતીઓ સ્કૂટી પર જઈ રહી હતી પરંતુ કોઈ કારણોસર સ્કુટીનું બેલેન્સ ખોરવાતા રસ્તાની બંને બાજુ રહેલ ગટરમાં ખાબકી હતી. સ્કુટી પર બેઠેલ ત્રણેય યુવતીઓ પણ ગટરના નાળામાં ખબકતા ભાગદોડ મચી ગઈ હતી. તરત જ આજુબાજુ રહેતા લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ત્રણેય યુવતીઓને ગટરના નાળામાંથી બહાર કાઢી હતી. આ ગટરના નાળાનો કલર એટલો બધો કાળો હતો કે છોકરીઓ પણ કાળી કાળી થઈ ગઈ હતી.
વીડિયોમાં ચહેરાઓ પણ સ્પષ્ટ જોઈ શકાતા નથી. ગટરમાંથી બહાર કાઢતા આ ત્રણે યુવતીઓને જોઈને લોકો પણ ડરી ગયા હતા. આ વિડીયો ઈન્સ્ટાગ્રામ funtaap નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. આ વિડિયો શેર કરતી વખતે યુઝરે તેના કેપ્શન માં લખ્યું છે કે હે દીદી, પાપાની પરી. આ વિડીયો જોઈને ઘણા લોકો તેના પર વિવિધ પ્રતિક્રિયાઓ આપતા જોવા મળી રહ્યા છે. આ વીડિયોને હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ ફની રિએક્શન મળી રહ્યા છે. જુઓ વિડિયો…