પક્ષીએ ભેંસના માથા પર બનાવ્યું એવું કે, 10 સેકન્ડનો આ વિડીયો જોઈને લોકો ચોંકી ઉઠ્યા, જુઓ વિડિયો
તમામ પક્ષીઓ પોતાનો માળો જંગલ કે શહેરી વિસ્તારમાં બીજા શિકારી પ્રાણીઓથી બચાવવા માટે જંગલમાં વૃક્ષ ઉપર અને શહેરી વિસ્તારમાં લટકાવવામાં આવેલ ચીડીયા ઘરમાં બનાવતા હોય છે કે જ્યાં કોઈ પહોંચી ન શકે. પરંતુ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ એક વિડીયો જોઈને લોકો દંગ રહી ગયા છે. સોશિયલ મીડિયા પર ઘણી વખત અવનવી વસ્તુઓ જોવા મળતી હોય છે.
સોશિયલ મીડિયા પર જોવા મળતી આવી અટપટી વસ્તુઓને કારણે જોવાવાળા લોકો ચોકી ઉઠતા હોય છે. આવો એક દિલધડક વિડીયો હાલ સોશિયલ મીડિયા પર હેડલાઇન્સ બનતો જોવા મળી રહ્યો છે આ વિડીયો જોઈને વ્યુવર્સ પણ એક સેકન્ડ માટે જોતા જ રહી ગયા છે. તેઓ હજુ પણ આ વિડીયો જોઈને વિશ્વાસ કરી શકતા નથી કે આવું પણ શક્ય બની શકે છે.
વીડિયોમાં જોઈ શકાય તેમ છે કે એક પક્ષી ભેંસના માથા પર પોતાનો માળો બનાવ્યો છે. તમામ પક્ષીઓ પોતાનો માળો, તેના બચ્ચા અને ઈંડાની સુરક્ષા માટે કંઈ પણ કરવા માટે તૈયાર હોય છે. આવો જ એક ઉદાહરણ પૂરું પાડતો વિડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ ટ્રેન્ડ કરી રહ્યો છે આ વીડિયોમાં એક પક્ષીએ ભેંસના માથા ઉપર ઉગેલા બે શિંગડાની વચ્ચોવચ મોટો માળો બનાવ્યો છે.
આ પક્ષીએ બનાવેલ માળો અને ભેંસનો પાણી પીતો આ વિડીયો ટ્વીટર પર નરેન્દ્ર સિંહ નામના યુઝર્સ દ્વારા શેર કરવામાં આવ્યો છે. વાયરલ થઈ રહેલા આ વિડીયો 20 ડિસેમ્બરના રોજ શેર કરવામાં આવ્યો છે. યુઝર્સે આ વિડીયો શેર કરીને તેના કેપ્શનમાં લખ્યું છે કે Z+ સિક્યુરિટીની વચ્ચે એક પક્ષી” આ વીડિયોમાં જોઈ શકાય તેમ છે કે એક પક્ષી પોતાનો માળો ભેંસના સિંગડાની વચ્ચોવચ બનાવતું નજરે પડી રહ્યું છે. આ જોઈને લોકો દંગ રહી ગયા છે. જુઓ વિડિયો