વર કન્યાના ડાન્સનો ફક્ત 10 સેકન્ડનો આ વિડિઓ જોઈને લોકો હસી હસીને થયા પાગલ, 4 કરોડથી વધુ લોકોએ જોયો તમે પણ જુઓ વિડિયો…
ભારતમાં શિયાળાની શરૂઆત થતાની સાથે સાથે જ લગ્નગાળાની પણ શરૂઆત જોવા મળતી હોય છે. પરંતુ હાલ સોશિયલ મીડિયા પર લગ્નની સિઝન હોય કે ન હોય દરરોજ લગ્નના લુકમાં અવનવા વિડીયાઓ સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે. વાયરલ થઈ રહેલ આ વિડીયો યુઝર્સના દિલ જીતી લેતા હોય છે. હાલ વરરાજા અને દુલ્હનના રોમેન્ટિક ડાન્સનો એક વિડીયો સોશિયલ મીડિયા પર હેડલાઇન્સ બન્યો છે.
અત્યારના જમાનામાં લગ્ન કરતાં નવા કપલ્સ લગ્ન પહેલાં પ્રિ વેડિંગ શૂટ કરાવતા હોય છે તો કેટલાક લોકો લગ્ન પછી પણ પોતાની યાદગાર ક્ષણોને કેમેરામાં કેદ કરતા જોવા મળતા હોય છે પરંતુ આ પ્રીવેડિંગ દરમિયાન અમુક ફની મોમેન્ટ્સ પણ કેમેરામાં કેદ થતી હોય છે આવો જ એક વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ ટ્રેન્ડ કરી રહ્યો છે.
આ વીડિયોમાં જોઈ શકાય તેમ છે કે વરરાજો અને દુલ્હન રોમેન્ટિક અંદાજમાં વેડિંગ પોઝ આપતા જોવા મળી રહ્યા છે. પરંતુ આ દરમિયાન કંઈક એવી ઘટના ઘટે છે કે તે જોઈને એક મિનિટ માટે તમે દંગ રહી જશો. આ વીડિયોમાં એક કપલ પોતાના લગ્ન દરમિયાન વેડિંગ ફોટો શૂટ કરાવતું જોવા મળી રહ્યું છે. આ વીડિયોમાં વેડિંગ સ્ટેજ પર કપલ ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. પરંતુ આ કપલ ડાન્સ વર અને કન્યાને ભારે પડ્યો હતો.
વીડિયોમાં જોઈ શકાય તેમ છે કે વર અને કન્યા એકબીજાના હાથ પકડીને કપલ ડાન્સ કરી રહ્યા છે પરંતુ આ કપલ ડાન્સમાં વર અને કન્યા એકબીજામાં ખોવાઈ જાય છે અને ડાન્સના કેટલાક નિયમો ભૂલી જાય છે જેને કારણે બીજી જ ક્ષણે વરરાજાના હાથમાંથી કન્યા છૂટી જાય છે અને સ્ટેજ પર લથડી પડે છે. આ સમગ્ર ઘટના ઘટતા વર અને કન્યા શરમથી લાલ જોવા મળે છે.
આ ડાન્સ જોવા વાળા લોકો અને કેમેરા મેન પણ હસી હસીને બેકાબુ બન્યા હતા. આ કપલ ડાન્સનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને 9 મિલિયન્સથી પણ વ્યૂઝ વધુ મળ્યા છે તો પાંચ લાખથી પણ વધુ લોકોએ આ વીડિયોને પસંદ કર્યો છે. ઘણા લોકો આ વિડીયો અલગ અલગ પ્રતિક્રિયાઓ પણ આપતા જોવા મળી રહ્યા છે. જુઓ આ વિડીયો…