ખજુરભાઈને લોકોએ સલાહ આપી કહ્યું “દાન કરો તો દેખાડો ના કરો”, પછી નીતિન જાનીએ આપ્યો એવો જડબાતોડ જવાબ, સાંભળીને લોકોની બોલતી બંધ થઈ ગઈ…-જુઓ વિડિયો
ગુજરાતના લોકપ્રિય સમાજ સેવક અને મોટા યુટ્યુબર એવા નીતિન જાની ઉર્ફ ખજૂર ભાઈ ગુજરાતમાં ઘરે ઘરે પ્રસિદ્ધ થયા છે. ખજૂર ભાઈ અને તેની ટીમ દ્વારા ગુજરાતના લગભગ મોટાભાગના વિસ્તારોમાં નરાધાર અને જરૂરિયાતમંદ માણસોને રહેવા જમવા અને કપડાની મોટી વ્યવસ્થાઓ કરી આપી છે. હજુ પણ તેઓ સમાજ સેવાના કાર્યોમાં હંમેશા આગળ રહેતા હોય છે.
પરંતુ હાલ કેટલાક સમયથી બીજા લોકો તેના વિશે વિવિધ વાતો કરતા જોવા મળ્યા છે જેને કારણે ખજૂર ભાઈએ પોતાના સોશિયલ મીડિયા instagram એકાઉન્ટ પર એક વીડિયો શેર કરીને આ લોકોને સણસણતો જવાબ આપ્યો છે. ખજૂર ભાઈ આજના દિવસે હજુ પણ જરૂરિયાતમંદ અને કફોડી પરિસ્થિતિમાં જીવતા લોકોની જાણ થાય તો તે તરત જ પોતાની ટીમ સાથે તેની મુલાકાતે પહોંચતા હોય છે.
અને તેની તમામ મુશ્કેલીઓને દૂર કરી દેતા હોય છે. ગુજરાતમાં હાલ તે સમાજ સેવાના કાર્યોમાં ભગવાન રૂપ બન્યા હોય તેવું લાગી રહ્યું છે. પોતાના તમામ સેવાના કાર્યોના પોતે વિડીયો બનાવીને પોતાના એકાઉન્ટમાં શેર કરતા હોય છે પરંતુ કેટલાક લોકો આ કામથી ખુશ નથી. જેને કારણે અલગ અલગ વાતો કરતા હોય છે. કેટલાક લોકો એવું પણ કહી રહ્યા છે કે “સમાજસેવા અને દાન કરો પણ તેનો દેખાડો ના કરો” આવા લોકોને ખજૂર ભાઈએ વળતો જવાબ આપ્યો છે.
રાજ્યમાં ઘણા એવા લોકો પણ છે જે ખજૂર ભાઈના આવા કામોથી ખૂબ જ ઈર્ષા થતી હોય છે જેને કારણે આ લોકો કોમેન્ટમાં અલગ અલગ સલાહ આપતા હોય છે કેટલાક લોકો એવું પણ માની રહ્યા છે કે આ તમામ સમાજ સેવાના કાર્યો ખજૂર ભાઈ દેખાડો કરવા માટે જ કરી રહ્યા છે. આવા લોકોને નીતિન જાનીએ એક વિડીયો બનાવીને જડબાતોડ જવાબ આપ્યો છે.