લસણનું યોગ્ય વળતર ન મળતા ખેડૂતે રડતાં રડતાં લસણની આટલી થેલીઓને પાણીમાં ફેંકી દીધી, વિડીયો જોઈને તમારા રૂંવાડા ઉભા થઈ જશે જુઓ…

ખેડૂતોની દિવસે અને દિવસે ખેતી અને પાકને લઈને ચિંતામાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા પાંચ વર્ષથી ગુજરાતની સાથે સમગ્ર દેશમાં ખેડૂતોની આત્મહત્યાના કેસો દિવસે અને દિવસે વધી રહ્યા છે. ખેડૂતોને પોતાના ઉગાડેલા પાકની યોગ્ય કિંમત ન મળવાને કારણે ઘણા ખેડૂતો ચિંતામાં આવીને અવળા રસ્તા પકડતા હોય છે. આવો જ એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

એક ખેડૂતોને લસણના યોગ્ય ભાવના મળતા આ ખેડૂતે લગભગ 40 થી પણ વધુ લસણની થેલીઓ નદીના નાળામાં ફેંકી દીધી હતી. જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ થઈ રહેલ વિડિયો મધ્યપ્રદેશના છેવટે આવેલા નીમચ જીલ્લાનો હોવાનું માનવામાં આવી રહ્યો છે. આ વિસ્તારના તમામ ખેડૂતો લસણનું મોટા પાયે ઉત્પાદન કરે છે પરંતુ નીમચ જિલ્લાના ચોકનખેડા ગામના ખેડૂતોને લસણના યોગ્ય ભાવ ન મળતા તમામ ખેડૂતો નિરાશ અને ચિંતિત થયા છે.

આ વિસ્તારનો એક વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેને કારણે ઘણા સવાલો ઉઠી રહ્યા છે. આ વીડિયોમાં જોઈ શકાય તેમ છે કે એક ગુસ્સે ભરાયેલ ખેડૂતે 40 થી પણ વધુ લસણની બોરીઓ નદીના નાણામાં ફેકતો નજરે પડી રહ્યો છે. વીડિયોમાં આ ખેડૂતને જ્યારે પૂછવામાં આવી રહ્યું છે કે તે શું કામ કરી રહ્યો છે ત્યારે તેણે કહ્યું કે લસણનું યોગ્ય વળતર ન મળવાને કારણે લસણ નદીમાં વહાવી રહ્યો છું. આ વીડિયો જોઈને ઘણા લોકો ભાવ થઈ રહ્યા છે. ખેડૂતની આ મનોદશા જોઈને લોકોના રુવાડા ઊભા થઈ રહ્યા છે.

આ વિસ્તારના સ્થાનિક લોકોનું એવું માનવું છે કે લસણની ખેતીમાં હાલ પાક તૈયાર થઈ ગયો છે. પણ લસણનો યોગ્ય ભાવ ન મળવાના કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂત દિનેશ આહિરે લગભગ એક વીઘામાં લસણનું વાવેતર કર્યું હતું. જેમાંથી 40 થેલી લસણનું ઉત્પાદન થયું હતું. આ ખેડૂતે ઉત્પાદન થયેલ તમામ થેલીઓ નદીના નાળામાં વહાવી દીધી છે. આ વીડિયોમાં ખેડૂત રડતા રડતા ભારે ગુસ્સામાં જોવા મળી રહ્યો છે જુઓ વિડિયો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *