“માયકાંગલીનાવ તમારે બાધવા જ ન જવાય” ફેમ દેવાયત ખવડ પર એક FIR થતા થયો ફરાર, જૂનો વિડીયો થયો વાઇરલ…-જુઓ વિડિયો

ગુજરાતના લોકપ્રિય સાહિત્યકાર અને ડાયરા કલાકાર એવા દેવાયતભાઈ ખવડ હાલ સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યા છે. તેઓ અનેક ડાયરામાં વટ અને ખુમારીની વાતો કરતા નજરે પડતા હોય છે. પરંતુ હાલ દેવાયત પોતે મયુર સિંહ રાણા નામના શખ્સ પર જીવલેણ હુમલો કરીને ફરાર થયો છે. “રાણો રાણાની રીતે, તમારે હોય એટલા લેતા આવો ” એવા વાક્યો કહેતો દેવાયતભાઈ ખવડ છેલ્લા પાંચ દિવસથી પોલીસની તપાસથી ભાગી રહ્યો છે.

આ સમગ્ર ઘટના વિશે ટૂંકમાં તમને જણાવી દઈએ કે ગત બુધવારે બપોરના સમયે રાજકોટમાં ચેતેશ્વર ચોક નજીક મયુરસિંહ રાણા નામના શખ્સ પર દેવાયત ખવડ સહિત તેના સાથી મિત્રો દ્વારા ધોકા અને લોખંડની પાઇપ વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં મયુરસિંહ રાણાને હાથ-પગ અને કમરના ભાગે ગંભીર ઇજા થઈ હતી. આ સમગ્ર ઘટનાની જાણ પોલીસની થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી.

મયુરસિંહ રાણાને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ આ સમગ્ર ઘટના બાદ દેવાયત ખવડ છેલ્લા પાંચ દિવસથી ભાગી રહ્યો છે ત્યારે હાલ તેના ડાયરાના જુના વિડિયાઓ સોશિયલ મીડિયા પર ફરતા થયા છે. વાયરલ થઈ રહેલ એક વીડિયોમાં દેવાયત ખવડ લાઈવ સ્ટેજ પ્રોગ્રામમાં બંધુક વડે ખુલ્લેઆમ ફાયરિંગ કરતો પણ નજરે પડી રહ્યો છે. તો બીજા એક વિડિયોમાં મોટી મોટી વટ અને ખુમારીની વાતો ફેકતો હોય તેમ નજરે પડી રહ્યો છે.

વીડિયોમાં જોઈ શકાય તેમ છે કે દેવાયત ખવડ લાઈવ સ્ટેજ પ્રોગ્રામમાં કહે છે કે હે બાપા અમને જામીન મળશે, જામીન મળશે. અરેરે માયકાંગલીનાવ તમારે બાધવા જ ન જવાય. FIR ના ઢગલા થઈ જાય અને પોલીસ ગાંડી થઈ જાય તો તમારે બાધવા જ ન જવાય. મર્દ વિશે મોટી મોટી વાતો કરતો દેવાયત ખવડ આજે એક FIR થતા છેલ્લા પાંચ દિવસથી અંડર ગ્રાઉન્ડ થયો છે. જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *