પિતાના બાળક પ્રત્યેના પ્રેમનો ફક્ત 15 સેકન્ડનો આ વિડિઓ જોઈને લાખો લોકો થયા ભાવુક…- જુઓ વિડિયો..

સોશિયલ મીડિયા પર ઘણી વખત ખૂબ જ ભાવુક અને હૃદય સ્પર્શી વિડીયાઓ વાઇરલ થતા હોય છે. આવા વિડીયાઓ જોઈને લાખો લોકો ભાવુક થઈ જતા હોય છે. આવો જ એક ફક્ત 15 સેકન્ડનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક પિતા એકટીવા બાઈક પર પાછળ બેઠેલા પોતાના દીકરાને પોતાની માતાની જેમ કાળજીથી સંભાળ લઈ રહ્યા છે.

વાયરલ થઈ રહેલા આ વિડીયો ચંડીગઢનો હોય તેવું માનવામાં આવી રહ્યું છે. આ વીડિયોમાં બાઈક પાછળ બેઠેલું નાનું બાળક ઊંઘને કારણે પડી ન જાય તે માટે તેના પિતા હાથ વડે બાળકને શરૂ બાઈકે પાછળથી કવર આપી રહ્યા છે. એક પિતા પોતાના પુત્રને સુપર હીરોની જેમ હેન્ડલ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે આ વીડિયો જોઈને તમે પણ ભાવુક થઈ જશો.

વાયરલ થઈ રહેલા આ વિડીયો એક કરોડ સાત લાખથી પણ વધુ લોકોએ ઓપન કરીને જોયો છે. જેમાંથી 15 લાખથી વધુ લોકોએ આ વીડિયોને પસંદ કર્યો છે. જોનારા લોકો આ વિડીયો પર અલગ અલગ પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે. આ વીડિયોમાં જોઈ શકાય તેમ છે કે એક વ્યક્તિ પોતાના બાળકને એકટીવા પાછળ બેસાડીને સવાર થઈ રહ્યો છે. ત્યારે પાછળ બેઠેલ બાળક ઊંઘમાં આવી જતા એક બાજુ ઢળી પડે છે. ત્યારે એક પિતા પોતાના એક હાથે તેને ટેકો આપે છે અને બીજા હાથે બાઈક ચલાવી રહ્યા છે.

પિતા અને પુત્રના પ્રેમનો આ માત્ર 15 સેકન્ડનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો 14 નવેમ્બરના રોજ ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો હતો. આ વીડિયો જોઈને લાખો લોકો ભાવુક થયા છે. એક યુઝર છે આ વિડીયો પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે મારા પિતા મારી મનપસંદ વસ્તુ લાવવા માટે બીજા પાસેથી વ્યાજે નાણાં લઈને મારી જરૂરિયાત મંદ વસ્તુ લાવતા હતા. જુઓ આ વીડિયો….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *