લગ્નમાં વિદાય સમયે પિતાએ પોતાની દીકરીને આપી એવી શિખામણ કે જોઈને લાખો લોકો થયા ભાવુક, તમે પણ જુઓ વિડિયો…
દરેક વ્યક્તિના જીવનમાં પોતાની દીકરીને વિદાય કરવાનો સમય આવતો હોય છે. બાપ અને દીકરીનો સંબંધ કંઈક અલગ જ અને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. કોઈપણ કઠણ કાળજાનો બાપ પોતાની દીકરીની વિદાય સમયે ભાવુક થઈ જતો હોય છે. હાલ વાયરલ થઇ રહેલ એક વીડિયોમાં એક બાપ પોતાની દીકરીને લગ્નની વિદાય સમય અમુક એવી શિખામણો આપી છે જે જોઈને લોકો પણ તેની વાહ વાહ કરીને તાળીઓ પાડી રહ્યા છે. આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.
દિકરીની વિદાય લનો આ પવિત્ર પ્રસંગ દરેક માતા પિતાને પોતાના જીવનમાં આવતો હોય છે દરેક માતા-પિતા પોતાની દીકરીને ખુશ જોવા માંગતા હોય છે જેના કારણે તેઓ તેને સારા સંસ્કારો આપવા માટે કેટલીક શિખામણો આપતા હોય છે આ શિખામણો દરેક દીકરીએ પોતાના જીવનમાં અનુસરવી જોઈએ. લગ્નની વિદાય સમયે દરેક માતા પિતા આવક થઈ જતા હોય છે પરંતુ આ વિડીયો કંઈક અલગ જ કહાની બતાવી રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે દીકરીની વિદાય સમયે એક પિતા પોતાની દીકરીને નવા ઘર માં પ્રવેશ માટે કેટલાક નવા પાઠ શીખવાડી રહ્યો છે.
તમને જણાવી દઈએ કે આ વીડિયોમાં વિદાય લેતી દીકરીને પિતા કહે છે કે જીવનમાં વાત અને વિવાદમાં ક્યારેય જીતવાની કોશિશ કરવી જોઈએ નહીં. દરેક વાત વિવાદમાં જો તમે હારશો તો તમે જિંદગીને જીતી જશો. એવું પણ ક્યારેય વિચારવું ન જોઈએ કે તે મા બાપનું ઘર છોડ્યું છે તે બાપ નું ઘર ક્યારેય છોડ્યું નથી. કોઈ પણ શરૂ કરેલી વાતને પૂર્ણ કર્યા વગર ક્યારે સૂવું જોયા નહીં.
એક પિતા પોતાની દીકરીને કહી રહ્યો છે કે મને તારા જવાનો કોઈ અફસોસ નથી જેથી હું રડતો નથી. મને રડવું જરાય ગમતું નથી હું તો દીકરીને વિદાઈ આપીને ખૂબ જ ખુશ થયો છું. આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર લાખો લોકોએ જોઈ લીધો છે અને 3800 થી પણ વધુ લોકોએ આ વીડિયોને પસંદ કર્યો છે જુઓ આ વિડીયો…