“માં મોગલ કરશે રક્ષા” મણીધર બાપુએ કહ્યું વાવાઝોડાથી સાવચેત રહેવું, જુઓ વીડિયોમાં બિપરજોય વિશે બીજું શું જણાવ્યું…
ગુજરાતમાં હાલ અરબી સમુદ્રમાંથી સક્રિય થયેલ વાવાઝોડાનો ખતરો મંડળ રહ્યો છે. ત્યારે કબરાઉમાં આવેલ મોગલ ધામના મણીધર બાપુએ બીપોર જોય વાવાઝોડાને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેના નિવેદનનો આ વિડીયો હાલ સોશિયલ મીડિયા ભારે વાયરલ થઈ રહ્યો છે.
હવામાન વિભાગ દ્વારા પણ આગામી ત્રણ દિવસ ગુજરાત માટે ભારે રહેશે તેને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જેને લઈને હાલ ગુજરાતના લોકોમાં ભયનો માહોલ છવાયેલો છે. માં મોગલ ધામના મણીધર બાપુએ ગુજરાતના લોકોને ભયમુક્ત રહેવા જણાવ્યું છે તેમને કહ્યું છે કે વાવાઝોડાની અસરને કારણે ખોટા ઘરની બહાર રખડવા જવાનું ટાળવું જોઈએ.
મણીધર બાપુ વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જણાવ્યું છે કે જો તમારે ઘરની બહાર જવું હોય તો બે દિવસ બહાર જવાનું ટાળજો. માં મોગલ સૌ કોઈની રક્ષા કરશે. વાવાઝોડા તો આવતા જ હોય છે પહેલા તેને વંટોળિયો કહેવામાં આવતો હતો. આ વંટોળથી ધૂળની ડમરીઓ ચડતી હોય છે. દરિયો એ 999 નદીઓનો સંગમ છે. તેમાંથી વાવાઝોડું અને વંટોળું નિર્માણ થતું હોય છે.
મણીધર બાપુએ વાવાઝોડાને લઈને સાવચેતી રાખવાનું જણાવ્યું છે તેમને કહ્યું છે કે દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકો ઊંચાઈવાળા વિસ્તારો પર સ્થળાંતર આશરો લઈ શકે છે. મણીધર બાપુએ તમામ લોકોને ગભરાવવાની ના પડી છે.
મણીધર બાપુએ વાવાઝોડા દરમિયાન શું સાવચેતી રાખવી જોઈએ તેને લઈને મોટું નિવેદન આપ્યું છે. જુઓ વિડિયો…