મગરથી ભરેલા પૂલમાં કૂદી પડ્યું નાનું બાળક, ફક્ત 17 સેકન્ડનો આ વિડીયો જોઈને તમારા હોશ ઉડી જશે…- જુઓ વિડિયો

તમે જાણતા જ હશો કે મગર એ માંસાહારી પ્રાણી છે. અવારનવાર સોશિયલ મીડિયા પર મગરના શિકાર કરવાના વિડીયાઓ ખૂબ જ વાયરલ થતા હોય છે. તળાવો અને નદીઓમાં ખૂંખાર મગરો વસવાટ કરતા હોય છે. મગરની સામે મોટા જંગલી શિકારી પ્રાણીઓ પણ ડરતા હોય છે. પરંતુ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ ફક્ત 17 સેકન્ડનો આ વિડીયો જોઈને તમારા પણ હોઈશ ઉડી જશે.

સોશિયલ મીડિયા પર હાલ વાયરલ થયેલ આ વીડિયોમાં જોઈ શકાય તેમ છે કે એક નાનું બાળક ખૂબ જ ભયંકર અને ખતરનાક મગરથી ભરેલા સ્વિમિંગ પૂલમાં કુદકો મારતું જોવા મળી રહ્યું છે. આ બાળકને જોતા એવું લાગી રહ્યું છે કે તેને આ ખતરનાક મગરથી જરા પણ ડર લાગી રહ્યો નથી. આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ ટ્રેન્ડ કરી રહ્યો છે. આવા ભયભીત કરી દેતા વિડીયો અવારનવાર સોશિયલ મીડિયા પર હેડલાઇન્સ બનતા હોય છે.

એક સાથે આટલા બધા મગરો જોઈને કઠણ માણસ પણ ડરી જાય છે. પરંતુ આ વીડિયોમાં સ્વિમિંગ પૂલમાં કૂદકો મારી રહેલ નાના બાળકની હિંમતને સલામ કરવાનું મન થઈ રહ્યું છે. વાયરલ થયેલ આ વિડીયો વિશે વિગતવાર વાત કરીએ તો આ વીડિયોમાં એક નાનું બાળક પોતાનું ટીશર્ટ ઉતારીને મગરથી ખાચો ખચ ભરેલા પુલમાં ધડામ કરતો છલાંગ લગાવી રહ્યો છે. ઘણા વીડિયોમાં મગર પોતાના શિકાર સાથે રમતા હોય છે.

પરંતુ વાયરલ થઈ રહેલ આ વિડીયોમાં બાળકને જરા પણ ડર લાગી રહ્યો નથી અને તે મગર સાથે પુલમાં મસ્ત રીતે સ્વિમિંગ કરતો નજરે પડી રહ્યો છે. આ વિડીયો ટ્વીટર પર @criancafazendoM એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. આ હચમચાવી દેતો વિડિયો અત્યાર સુધીમાં 458.8k લોકોએ જોઈ લીધો છે. આ વીડિયોને 20000 થી પણ વધુ લોકોએ પસંદ કર્યો છે. તો ઘણા બધા યુઝર આ વીડિયો ઉપર જુદી જુદી પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે. જુઓ વિડિયો….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *