દુબઈમાં ખજુરભાઈએ ફરારી, રોલ્સ રોય અને હેલિકોપ્ટરમાં જોરદાર એન્ટ્રી મારી મચાવી તબાહી…-જુઓ વિડિયો
ખજૂર ભાઈ ઉર્ફ નીતિન જાની ગુજરાત નહીં પરંતુ દેશ વિદેશમાં લોકપ્રિય બન્યા છે. હાલમાં જ ખજૂર ભાઈ અને તેની ટીમ દ્વારા દુબઈમાં ઉતારવામાં આવેલ એક ગુજરાતી સોંગ રિલીઝ કરવામાં આવ્યું છે આ સોંગમાં ખજૂર ભાઈ એક અલગ અંદાજમાં જોવા મળી રહ્યા છે. ખજૂર ભાઈનું આ સોંગ રિલીઝ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર ખૂબ જ ટ્રેન્ડમાં જોવા મળી રહ્યું છે. ખજૂર ભાઈએ પોતાના કારકિર્દીની શરૂઆત એક કોમેડી યુટ્યુબ ચેનલના માધ્યમથી કરી હતી.
ખજૂર ભાઈ માનવ સમાજ અને સેવાના કાર્યમાં હંમેશા આગળ રહેતા હોય છે. ગુજરાતમાં આવી પડેલ વાવાઝોડાની કુદરતી આફત બાદ સેકડો લોકોના ઘર પડી ગયા હતા. ખજૂર ભાઈ અત્યાર સુધીમાં 200થી પણ વધુ ઘર ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં બનાવી ચૂક્યા છે. તો આ સાથે જ ઘણા જરૂરીયાત મંદ લોકોને જીવન જરૂરી વસ્તુઓનું દાન પણ કરતા હોય છે. પરંતુ હાલ ખજૂર ભાઈ દુબઈમાં તબાહી મચાવતા જોવા મળ્યા છે.
ખજૂર ભાઈ ગુજરાતમાં સેવાના કાર્યોમાં સૌથી મોખરે જોવા મળતા હોય છે. તાજેતરમાં જ તેણે પોતાના અંગત જીવનમાં સગાઈના અમૂલ્ય બંધનથી બંધાયા હતા. ગુજરાતમાં નીતિન જાનીની હાલ ભારે ચર્ચાઓ થઈ રહી છે. ગુજરાતના દરેક વ્યક્તિના હૃદયમાં તેઓ એક આગવું સ્થાન ધરાવે છે. ખજૂર ભાઈ હાલ દુબઈમાં શૂટ કરેલું એક નવું ગુજરાતી સોંગ લઈને આવ્યા છે આ ગુજરાતી સોંગ તેણે પોતાની youtube ચેનલ અને સોશિયલ મીડિયા માધ્યમ દ્વારા શેર કર્યું છે.
ખજૂરભાઈએ રિલીઝ કરેલ આ ગીત ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે. યુટ્યુબમાં આ વિડીયો અત્યાર સુધીમાં 2.5 લાખ થી પણ વધુ લોકો જોઈ ચૂક્યા છે. આ વીડિયોને 62kથી પણ વધુ લોકોએ પસંદ કર્યો છે. રિલીઝ કરવામાં આવેલ આ ગીત વિશે ટૂંકમાં વાત કરીએ તો આ સોંગ દુબઈની અંદર ઉતારવામાં આવ્યું છે. આ ગીતમાં ખજૂર ભાઈના ભાઈ તરુણ જાની અને તેની સંપૂર્ણ ટીમ દેખાઈ રહી છે. આ ગીતનું નામ “ગાડી ચાલે બ્રુમ બ્રુમ” છે. આ ગીતમાં મોટી મોટી લક્ઝરીયસ કાર જેવી કે ફરારી, મર્સિડીઝ, રોલ્સ રોયલ જોવા મળી રહી છે.
આ ગીતમાં ખજૂર ભાઈએ હેલિકોપ્ટરમાં એન્ટ્રી મારી છે. આ એન્ટ્રી જોઈને દુબઈના લોકો પણ દંગ રહી ગયા છે. આ વીડિયોમાં ખજૂર ભાઈ નો એક અલગ અંદાજ જોવા મળી રહ્યો છે. ગુજરાતની પરંતુ દેશ વિદેશમાં આ ગીતની ભારે ચર્ચાઓ થઈ રહી છે. આ ગીત હાલ સોશિયલ મીડિયામાં હેડલાઇન્સ બન્યું હોય તેવું લાગી રહ્યું છે. ખજૂર ભાઈ લક્ઝરીયસ કાર સાથે દુબઈના રણમાં ધૂમ મચાવી રહ્યા છે. જુઓ વિડિયો…