ખજૂરભાઇ અને તેની ટીમે ગૌમાતાને ખવડાવ્યો 500 કિલો કાજુ-બદામનો સુકોમેવો, વિડીયોમાં આપ્યો આ ખાસ સંદેશ જુઓ….
ગુજરાતમાં હાલ ઘરે ઘરે પ્રસિદ્ધ થયેલ સોનું સુદ તરીકે ઓળખીતા ખજૂર ભાઈ ઉર્ફ નીતિન જાની છેલ્લા બે વર્ષમાં માનવ કલ્યાણ અને સમાજ સેવાના કાર્યોમાં હંમેશા અગ્રેસર રહેતા હોય છે. ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં તેને ઘણા બધા સમાજ સેવા અને જરૂરિયાત મંદ લોકોની સેવા કરી છે. ખજૂર ભાઈ સોશિયલ મીડિયામાં ભારે એક્ટિવ રહેતા હોય છે.
ખજૂર ભાઈ સોશિયલ મીડિયાના માધ્યમથી અવારનવાર સારા અને માનવ કલ્યાણના કામોના વિડીયો પોતાના youtube ચેનલ અને instagram એકાઉન્ટ પર શેર કરતા હોય છે. આ વિડીયો શેર કરીને તેમાં તેઓ ખાસ સંદેશ પણ આપતા હોય છે. હાલમાં જ ખજૂર ભાઈ અને તેની ટીમ દ્વારા એક ગામમાં રહેલા પશુઓ માટે ખાવા માટે સારી વ્યવસ્થા કરી આપી હતી.
ખજૂર ભાઈએ અને તેની ટીમ દ્વારા 500 કિલોના કાજુ બદામ દ્રાક્ષ કીસમિસનો સૂકો મેવો બનાવીને ગૌ માતાને ખવડાવ્યો હતો. જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. ગામમાં રખડતા પશુઓ માટે ખજૂર ભાઈએ ઘાસચારો નાખવા માટે મસ્ત સ્ટાઇલ વાળી ગમાંણ બનાવી હતી. આ વ્યવસ્થાનું ઉદ્ઘાટનના ભાગરૂપે ખજૂર ભાઈ અને તેમની ટીમ દ્વારા 500 કિલો કાજુ બદામ નો સૂકો મેવો બનાવીને પ્રથમ ગૌમાતાઓનું પૂંજન કરીને તેને ખવડાવવામાં આવ્યો હતો.
ખજૂર ભાઈ અને તેની ટીમ ફરી એકવાર ગૌસેવાના કાર્યોમાં આગળ આવ્યા છે. વીડિયોમાં જોઈ શકાય તેમ છે કે ખજૂર ભાઈ અને તેની ટીમ દ્વારા ગામમાં રહેલા પશુઓ માટે સૂકો મેવો ભેગો કરીને ગૌમાતાને પ્રેમથી ખવડાવતા નજરે પડી રહ્યા છે. આ વીડિયોમાં નિતીન જાની નો જીવદયા પ્રેમ સ્પષ્ટ પણે જોઈ શકાય છે.
ગાય માતાને સૂકો મેવો ખવડાવ્યા બાદ ખાસ સંદેશ પણ આપ્યો હતો. તેણે કહ્યું હતું કે ગૌ સેવાએ પૃથ્વી પરની સર્વશ્રેષ્ઠ સેવા માની શકાય છે. તેમણે એમ પણ કહ્યું છે કે કેટલા કામો કરવા માટે મુહૂર્ત જોવું પડે છે. પરંતુ ગૌ માતાને ખવડાવવામાં કોઈ મુહૂર્ત જોવું પડતું નથી. આ સૃષ્ટિમાં સૌથી કરુણામય કોઈ જીવ હોય તો તે ગૌમાતા છે. જેની સામે 56 ભોગ પણ કંઈ ન કહેવાય. જુઓ વિડિયો…