ફક્ત 20 સેકન્ડનો આ વાઇરલ વિડિયો જોઈને ઉડી જશે તમારા હોશ, 4 કરોડ લોકોએ જોયો આ વિડિયો તમે પણ જુઓ…

ઇન્ટરનેટના જમાનામાં આજકાલ લોકો વાયરલ થવા માટે અલગ-અલગ નુસખાઓ અપનાવતા હોય છે. પરંતુ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલ આ વિડીયોએ તમામ હદો પાર કરી દીધી છે. સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મ્સ પર અવારનવાર રમુજી અને મિમ્સની સાથે સાથે અમુક વિશ્વાસ ન આવે તેવા વિડિયો વાયરલ થતા હોય છે. અમુક લોકો પ્રેંક કરવાના ચક્કરમાં સોશિયલ મીડિયામાં ભારે ટ્રોલ થતા હોય છે.

કેટલાક વિડીયો એવા પણ હોય છે કે તેને જોયા બાદ તે સાચા છે કે ખોટા તેનું અનુમાન લગાવું પણ મુશ્કેલ બનતું હોય છે. આવો જ એક વિડીયો હાલ સોશિયલ મીડિયા પર હેડલાઇન્સ બની રહ્યો છે. આ વિડીયો નરી આંખે જોવાથી પણ વિશ્વાસ ન થાય તેવો છે. એવી કલ્પના કરવામાં આવે કે કોઈ વ્યક્તિ મૃત્યુ પામ્યો છે અને તેની અંતિમ વિદાય અર્થી તૈયાર કરવામાં એવી છે. આ સમયે તેના ઘરમાં ખૂબ જ દુઃખનો માહોલ હોય છે.

પરંતુ એવી કલ્પના કરો કે કોઈ વ્યક્તિ મૃત્યુ પામ્યો છે અને તેની અર્થી તૈયાર હોય, અર્થી પર પડેલ આ વ્યક્તિ સિગરેટ પીતો હોય તો તેના પર વિશ્વાસ કરવો અશક્ય બને છે. પરંતુ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ આ વીડિયોમાં અર્થી પર સૂતેલો એક વ્યક્તિ સિગરેટ પીતો નજરે પડી રહ્યો છે. સોશિયલ મીડિયાની દુનિયામાં વાયરલ થવા માટે આ વ્યક્તિએ તમામ હદોને પાર કરી હોય તેવું લાગી રહ્યું છે. આ વિડીયો એક પ્રકારનું પ્રેંક હોય તેવું માનવામાં આવી રહ્યું છે.

વાયરલ થયેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ અર્થીમાં સુતેલ લાશને સિગરેટ પીવડાવતો નજરે પડી રહ્યો છે. આ વ્યક્તિ તેની બાજુમાં સળગાવેલી સિગરેટ લઈને જાય છે અને લાશના મો પર રાખે છે પરંતુ ત્યારબાદ લાશ પણ આ સિગરેટ ને પીતી નજરે પડી રહી છે. આ વિડીયો જોઈને લાખો લોકોના હોશ ઉડી ગયા છે. આ વિડીયો ટ્વીટર પર શેર કરવામાં આવ્યો છે. આ વિડીયો અત્યાર સુધીમાં ચાર કરોડથી પણ વધુ લોકોએ જોઈ લીધો છે. અને આ વિડીયો પર લોકો અલગ અલગ પ્રતિક્રિયાઓ પણ આવી રહી છે. જુઓ આ વિડીયો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *