ફક્ત 20 સેકન્ડનો આ વિડિઓ જોઈ લોકો હસી હસીને થયા પાગલ, 4 કરોડથી વધુ લોકોએ જોયો, તમે પણ જુઓ વિડિયો…
સોશિયલ મીડિયા પર હાલ એક વ્યક્તિ અને આખલાનો ફક્ત 20 સેકન્ડનો રમુજી વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. તમે સોશિયલ મીડિયા પર આખલાના પરાક્રમના અનેક વિડિયાઓ જોયા હશે. જેમાં ક્યાંક ને ક્યાંક આ જાનવર કોઈ માણસ અથવા વસ્તુ ને નુકસાન પહોંચાડતો જોવા મળતો હોય છે. પરંતુ આ વીડિયોમાં કંઈક અલગ તે કઈંક અંદાજમાં જ નજરે પડી રહ્યો છે. જેના કારણે હાલ આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ધૂમ મચાવી રહ્યો છે.
આ વીડિયોમાં જોઈ શકાય તેમ છે કે એક વ્યક્તિ નશાની હાલતમાં રસ્તાની વચ્ચે બેઠેલા કાળા રંગના આખલા સાથે કંઈક એવા પ્રકારની રમતો શરૂ કરે છે. જેને કારણે તે સોશિયલ મીડિયાની હેડલાઇન્સ બની જાય છે. નશામાં ધૂત આ વ્યક્તિ આખલા સાથે કંઈક એવી રમત કરી રહ્યો છે જેને કારણે આજુબાજુ દૂર ઊભેલ લોકો પણ આશ્ચર્યચકિત પામી જાય છે. આ વ્યક્તિની એવી રમતને કારણે ગુસ્સે થયેલો આખલો પણ શાંત પડી જાય છે.
આ વીડિયોની વિગતવાર વાત કરીએ તો નશાની હાલતમાં એક વ્યક્તિ આખલાના માથા પર તો ક્યારેક તેની પીઠ પર બેસી જાય છે. પરંતુ આ આખલો તેને એક પણ પ્રકારનું નુકસાન પહોંચાડતો નથી. આ વ્યક્તિ તેના પર ખૂબ જ પ્રેમ વરસાવતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો જોઈને તમે વિશ્વાસ નહીં કરી શકો. સોશિયલ મીડિયા પર આ વિડીયો ખૂબ જ ટ્રેન્ડ કરી રહ્યો છે. ત્રણ દિવસ પહેલા અપલોડ કરેલ આ વિડીયો હાલ 4 કરોડથી પણ વધુ લોકોએ જોઈ લીધો છે.
આ વિડીયો એક યુઝર્સે શેર કરીને તેના કેપ્શનમાં લખ્યું છે કે દેશી દારૂ વિરુદ્ધ આખલો. આ વિડીયો હાલ કયા વિસ્તારનો છે તે જાણી શકાયું નથી. આ વીડિયોને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે અત્યાર સુધીમાં આ વીડિયોને 2 લાખથી પણ વધુ લોકોએ લાઈક કર્યો છે અને આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ઘણા યુઝર્સ આ વિડીયો પર વિવિધ પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે.. જુઓ વિડિયો….