સુરતમાં યુવકે રડતાં-રડતાં લાઈવ વિડીયો બનાવીને કર્યો આપઘાત, કહ્યું- “માં.. મને માફ કરી દે”, જુઓ રૂંવાડા ઉભા કરી દે તેવો વિડિયો…

છેલ્લા પાંચ વર્ષથી સમગ્ર ગુજરાતમાં આત્મહત્યાના કેસો ખૂબ જ વધી રહ્યા છે. તમને જણાવી દઈએ કે હાલ સમગ્ર રાજ્યમાં વ્યાજખોરો સામે કડક કાર્યવાહીઓ કરવામાં આવી રહી છે. તો બીજી તરફ વ્યાજખોરોના દબાણને કારણે ઘણા યુવાનો આત્મહત્યાઓ પણ કરી રહી છે. સુરતના ઉધના વિસ્તારમાંથી યુવાનના આત્મહત્યાનો દિલ ધડક કિસ્સો સામે આવ્યો છે.

સુરતના ઉધના વિસ્તારમાં રહેતા એક યુવકે આત્મહત્યા કરી હતી. આ પ્રકરણ મામલે મોટો ખુલાસો સામે આવ્યો છે. રૂપિયાની લેતી દેતી કરતી વખતે યુવાને પોતાનું જીવન ટૂંકાવ્યું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. સાળા અને બનેવી વચ્ચે પૈસાની લેવડદેવડ વચ્ચે ધંધાકીય બાબતમાં ટકરાર જોવા મળી હતી. જેમાં અન્ય શખ્સોએ 15 હજારના 75 હજાર રૂપિયા વ્યાજ સાથે બળજબરી થી વસૂલ કર્યા હોવાના પણ આરોપ લગાવવામાં આવી રહ્યા છે. જેને કારણે એક યુવાને આત્મહત્યા કરી હતી.

મૂળ રાજસ્થાનનો વતની દિનારામ ઉમારામ જાટ નામના યુવકે 22 ડિસેમ્બરના રોજ એક નોટ, વિડીયો કોલ અને એક બીજો વિડીયો ઉતાર્યા બાદ લાઇવ આત્મહત્યા કરી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. આ વિડીયો જોઈને તમારા પણ રુવાડા ઉભા થઇ જશે. આત્મહત્યા પહેલાનો આ વિડિયો જોઈને લોકો ચોંકી ઉઠ્યા છે. આ વીડિયોમાં જોઈ શકાય તેમ છે કે યુવક રડતા રડતા પોતાની માતાને માફ કરી દે, માફ કરી દે… એમ કહેતો નજરે પડી રહ્યો છે.

યુવકનો મોત પહેલાનો આક્રંદ સાથેનો કરુણ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આત્મહત્યા પહેલા આ યુવકે સુસાઇડ નોટ પણ લખી હતી અને તેમાં આત્મહત્યાના અલગ અલગ કારણો પણ જણાવ્યા હતા. આત્મહત્યા પહેલા યુવકે તેના એક મિત્રને વિડીયો કોલ પણ કર્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. આ કરુણ ઘટનાને કારણે તેના પરિવારમાં દુઃખનો માહોલ છવાયેલો છે. જુઓ વિડિયો….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *