ભાગેડું દેવાયત ખવડે એક ડાયરામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે કહ્યું હતું એવું કે નરેન્દ્ર મોદી તો…-જુઓ વિડિયો

ગુજરાતના પ્રખ્યાત સાહિત્ય કલાકાર અને મોટા ડાયરા કલાકાર એવા દેવાયત ખવડ હાલ સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યા છે. તેણે રાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનના વિસ્તારમાં ચેતેશ્વર ચોક નજીક મયુરસિંહ રાણા નામના શખ્સ પર જીવલેણ હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટનાને એક અઠવાડિયું થવા આવ્યું છે છતાં પણ હજુ દેવાયત ખવડનો કોઈ પત્તો નથી. ધરપકડથી બચવા માટે દેવાયત ખવાડ પોલીસથી ભાગી રહ્યો છે.

ડાયરા અને મોટા લાઈવ પ્રોગ્રામમાં વટ અને ખુમારીની વાતો કરતો દેવાયત ખવડ આજે ભૂગર્ભમાં સંતાયો હોય તેવું લાગી રહ્યું છે. મયુર સિંહ રાણા નામના શખ્સ પર દેવાયત અને તેના મિત્ર સાથે મળીને ધોકા અને લોખંડની પાઇપ વડે જીવલેણ હુમલો કર્યો હતો આ હુમલાનો વિડીયો વાયરલ થયો હતો. તેને આજે છ દિવસ પૂર્ણ થવા આવ્યા છે. પરંતુ હજુ સુધી દેવાયત ખવડ પોલીસના હાથે લાગ્યો નથી.

દેવાયત ખવડના કેટલાક જુના વિડીયાઓ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. વાયરલ થઈ રહેલ એક વીડિયોમાં દેવાયત ખવડ પીએમ નરેન્દ્ર મોદી વિશે વાતો કરતો નજરે પડી રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય તેમ છે કે દેવાયત ખવડ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મોટા-મોટા વખાણ કરી રહ્યો છે. આ વિડીયો ભારતીય જનતા પાર્ટીના સન્માન સમારોહનો છે. આ વીડિયોમાં દેવાયત ખવડ કહે છે કે પીએમ મોદી તો સિંહ છે. પીએમ મોદી જ્યારે લાલ કિલ્લા પર ચાલતા હોય છે ત્યારે કોઈ મર્દ માણસ ચાલતો હોય તેવું લાગે છે.

વાયરલ થયેલ આ વીડિયોમાં દેવાયત ખવડ યુક્રેન અને રશિયાના યુદ્ધનો પણ ઉલ્લેખ કરે છે તે જણાવે છે કે રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો ત્યારે ભારતના હજારો વિદ્યાર્થીઓ અને લોકો ફસાયા હતા. તેને બહાર કાઢવા માટે ખાલી તિરંગો જ બતાવવામાં આવ્યો હતો. તે આ વીડિયોમાં જણાવે છે કે કોઈના બાપની તેવડ નથી કે તિરંગાની સામે મીટ માંડીને જોઈ શકે. આ વીડિયોમાં દેવાયત ખવડ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરતો જોવા મળી રહ્યો છે. જુઓ વિડિયો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *