શું તમે પણ ચા સાથે ટોસ્ટ ખાવ છો ? 10 સેકન્ડનો આ વીડિયો જોઈને ક્યારેય નહીં ખાવ ટોસ્ટ, આ રીતે બાંધે છે લોટ…-જુઓ વિડિયો
ઘણા લોકો ચા સાથે દરરોજ સવારે બ્રેડ અને ટોસ્ટ ખાવાનું પસંદ કરતા હોય છે. ઘણા લોકોને ફક્ત ચા પીવો પસંદ હોતો નથી જેને કારણે તે આવા ટોસ્ટ અને બ્રેડ ખાતા હોય છે પરંતુ આ ટોસ્ટ કઈ રીતે બને છે ? જે તમે નહિ જાણતા હોય, ઘણા લોકો આ વાતથી અજાણ હોય છે. આ ટોસ્ટ ખૂબ જ ઝડપી પ્રક્રિયાથી બનાવી શકાય છે. પરંતુ હાલ સોશિયલ મીડિયા પર આ ટોસ્ટ બનાવતી ફેક્ટરીનો અંદરનો એક વિડિયો વાયરલ થયો છે આ જોઈને તમે પણ દંગ રહી જશો.
ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહેલ આ વિડીયો જોઇને ભલભલા લોકો ચોકી ઉઠ્યા છે. આ વીડિયોમાં જોઈ શકાય તેમ છે કે ટોસ્ટ બનાવતી ફેક્ટરીમાં એક વ્યક્તિ ટોસ્ટનો લોટ કંઈક આ અંદાજમાં મસળી રહ્યો છે. ટોસ્ટ બનાવતી વખતે આ ફેક્ટરીમાં એક કારીગર લાઈવ કેમેરામાં કેદ થયો હતો. જ્યારે તે પકડાયો ત્યારે તે આ ગંદા કૃત્યને સ્વીકારી રહ્યો ન હતો. જેનો વિડીયો હાલ ભારે વાયરલ થઈ રહ્યો છે.
સોશિયલ મીડિયા પર ટોસ્ટ બનાવતી ફેક્ટરીનો અંદરનો વાયરલ થઈ રહેલ આ વિડીયો અત્યાર સુધીમાં એક લાખથી વધુ લોકો લાયક કરી ચૂક્યા છે. ફેક્ટરીમાં કારીગર ગુપ્ત રીતે પગથી ટોસ્ટનો લોટ બાંધી રહ્યો હતો. આમ જનતાની ખાણીપીણી સાથે છેડછાડનો આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ભારે હેડલાઇન્સ બની રહ્યો છે.
ફેક્ટરીમાં આ કારીગર પોતાના પગ વડે ખુલ્લી જમીન ઉપર ટોસ્ટનો લોટ બાંધી રહ્યો હતો. આ કાર્યકર ફેક્ટરીમાં ત્યારે એકલો હતો. જેને કારણે એકલા સમયનો લાભ ઉઠાવીને ઓછી શક્તિએ વધુ કામ કરવાની લાલચે આ વ્યક્તિ પગથી ટોસ્ટનો લોટ બાંધીને લાઇવ કેમેરામાં કેદ થયો હતો. જુઓ વિડિયો…