બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ ગુજરાતના લોક ગાયક કિર્તીદાન ગઢવીને તુકારો કરતા કહ્યું એવું કે…-જુઓ વિડિયો
ગુજરાત નહી પરંતુ સમગ્ર દેશમાં આજે ઘરેઘરે બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી વિશે ચર્ચાઓ થઈ રહી છે. બગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી હાલ ગુજરાતના પ્રવાસે છે. રાજ્યના મોટા મોટા શહેરોમાં તેના દિવ્ય દરબાર લાગી રહ્યા છે. તાજેતરમાં આજે સુરતના આંગણે લિંબાયત વિસ્તારમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજવામાં આવ્યો હતો. જેમાં બાબાએ કિર્તીદાન ગઢવી વિશે ઘણી વાતો કરી હતી.
આ દરબાર દરમ્યાન ધીરેન્દ્ર શાસ્ત્રીએ ગુજરાતના લોકપ્રિય ડાયરા કલાકાર એવા કિર્તીદાન ગઢવી વિશે એવું બોલ્યા હતા કે તેનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. કિર્તીદાન વિશે કહેલી આ વાતો હાલ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. આ લેખમાં અમે તમને બાબાએ કિર્તીદાન ગઢવી વિશે શું કહ્યું હતું. તેની વિગતવાર વાત કરીશું અને આ વાયરલ વિડિયો પણ બતાવીશું.
સુરતમાં યોજાયેલ બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારમાં ગુજરાતના લોકપ્રિય ડાયરા કલાકાર કિર્તીદાન ગઢવી પણ આવી પહોંચ્યા હતા. બાબાના દિવ્ય દરબારમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના દર્શન કરવા માટે લાખોની જન મેદની ઉમટી પડી હતી. આ દરબાર દરમિયાન ધીરેન્દ્ર શાસ્ત્રીએ ડાયરા કલાકાર કિર્તીદાન ગઢવીના ઘણા વખાણ કર્યા હતા. જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ રહ્યો છે.
બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ આ દિવ્ય દરબાર દરમિયાન કિર્તીદાન ગઢવીના વખાણ કરતા જણાવ્યું હતું કે અમારે પાસ કીર્તિદાન ગઢવી ભી આયે હૈ, બહોત અચ્છા ગીત ગાતે હૈ યે બેઠા હૈ બબુઆ! તુમ બહોત અચ્છા ગીત ગાતે હો, તુમારા ઓ ડમ ડમ ડમરુ વાલા ગીત હમ દરરોજ સુનતે હૈ.
ત્યારબાદ ધીરેન્દ્ર શાસ્ત્રીએ કિર્તીદાન ગઢવીને દરબાર માંથી જવાની ના પાડી હતી ત્યારે તેમણે કહ્યું હતું કે જઇ પણ નહીં શકો કારણ કે પેમેન્ટ બાકી છે. તમને પેમેન્ટ નહીં મળે કારણ કે હું મારા શાસ્ત્રીઓને ના પાડીશ કે તમને પેમેન્ટ ન કરે, ત્યારે ધીરેન્દ્ર શાસ્ત્રીએ કિર્તીદાન ગઢવીને બાગેશ્વર ધામ આવવાનું કહ્યું હતું અને ત્યાં ગીત ગાવાનું પણ આમંત્રણ આપ્યું છે. જુઓ આ વાયરલ વિડિયો…