40 સેકન્ડનો આ દિલધડક વિડિઓ જોઈને તમે પણ નસીબ ઉપર વિશ્વાસ કરતા થઇ જશો, 4 કરોડ લોકોએ જોયો તમે પણ જુઓ…
સોશિયલ મીડિયાના માધ્યમથી અવારનવાર હાઇવે ઉપરના અકસ્માતો અને દિલ ધડક વિડીયાઓ વાયરલ થતા હોય છે. કેટલાક ગંભીર અકસ્માતના વિડીયો જોઈને લોકો ભગવાન ભાળી જતા હોય છે આવો જ એક વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો જોઈને ઘણા લોકો કિસ્મત ઉપર વિશ્વાસ કરતા થઈ ગયા છે. 40 સેકન્ડનો આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ ટ્રેન્ડ કરી રહ્યો છે.
રસ્તા પર ચાલતી વખતે હંમેશા સાવધાન રહેવું જોઈએ. જો રસ્તા પર ચાલતી વખતે નાની ભૂલો થાય તો મોટા અકસ્માતો સર્જાતા હોય છે. આ વીડિયોમાં કંઈક એવું જ બને છે. રસ્તા પર ચાલી રહેલ એક વ્યક્તિ હાઇવે પર પુર ઝડપે આવી રહેલ એક કારથી બચવા જતા બીજી કેટલીક કારોના હડફેટે આવતી આવતી બચી જાય છે. આ વીડિયો જોઈને તેના પર વિશ્વાસ કરવો ખૂબ જ મુશ્કેલ લાગી રહ્યો છે. જેના કારણે આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર હેડલાઇન્સ બની રહ્યો છે.
વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક વ્યક્તિ સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. તે હાઇવે ઉપર ખૂબ જ ઝડપથી આવી રહેલ બેકાબુ વાહનોથી બચવા માટે પોતાની જાન દાવ ઉપર લગાવતો જોવા મળી રહ્યો છે. આ વ્યક્તિની પાછળ અચાનક એક બેકાબુ કાર યુટન મારે છે. આ કારથી બચવા જતા તે હાઇવે પર ઢળી પડે છે. જેના કારણે પાછળ આવતી બીજી કાર પણ તેને ટક્કર મારી શકે છે પરંતુ ઘણી મુશ્કેલીઓ બાદ તે પોતાનો જીવ બચાવે છે.
વાયરલ થઈ રહેલા આ 40 સેકન્ડનો વિડીયો સીસીટીવી ફૂટેજનો હોય તેવું માનવામાં આવી રહ્યું છે. આ વિડીયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર પર @Lance નામના વ્યક્તિએ પોતાના એકાઉન્ટ દ્વારા શેર કર્યો છે. આ ફક્ત 40 સેકન્ડના દિલધડક વીડિયોમાં અત્યાર સુધીમાં 40 મિલિયન એટલે કે 4 કરોડથી પણ વધુ લોકો સુધી આ વિડિયો પહોંચ્યો છે. આ વીડિયોને ત્રણ લાખથી પણ વધુ લોકોએ તેને પસંદ કર્યો છે. આ વીડિયો ઉપર અલગ અલગ લોકો કૈસે વધ પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા. જુઓ આ દિલધડક વિડિયો…