મોર બની થનઘાટ કરે બાબા ! જુઓ બાબા બાગેશ્વરનો મોર સાથે નૃત્ય કરતો વીડિયો…

બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી હાલ ગુજરાતના મોટા મોટા શહેરોમાં પોતાનો દિવ્ય દરબાર યોજી રહ્યા છે. સુરતમાં તેનો દિવ્ય દરબાર બે દિવસ ચાલ્યો હતો. આ દરમિયાન બાબા બાગેશ્વર સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલ ગોપીન ગામમાં આવેલા એક આલીશાન રિસોર્ટમાં રોકાયા હતા. આ રિસોર્ટમાં બાબા બાગેશ્વરનો એક મોર સાથે નૃત્ય કરતો વિડિયો સોશિયલ મીડિયા પર ફરતો થયો છે.

બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચાનો વિષય બનેલા છે. સોશિયલ મીડિયા પર આ બાબાના ઘણા બધા વિડીયો વાયરલ થઇ રહ્યા છે. તેવામાં હાલ એક મોર સાથે ડાન્સ કરતા હોય તેવો વિડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ રહ્યો છે.

બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીના ચાહકો દિવસેને અને દિવસે વધી રહ્યા છે. તેમના પરચાઓનો ખુલાસો મીડિયા પણ આજ સુધી કરી શકી નથી. બાગેશ્વર ધામના આ બાબાનો ચમત્કાર જોવા માટે લોકો દૂર દૂરથી આવતા હોય છે. તાજેતરમાં જ સુરત ખાતે યોજાયેલ દિવ્ય દરબારમાં લાખોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી.

સુરત બાદ હવે અમદાવાદમાં બે દિવસનો દિવ્ય દરબાર યોજવાનો હતો. પરંતુ વરસાદને કારણે અમદાવાદ ખાતે દિવ્ય દરબાર યોજાશે નહીં. આ દિવ્ય દરબાર પહેલા બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી અંબાજી મંદિર ખાતે દર્શન કરવા માટે પહોંચ્યા હતા. સુરતથી બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો મોર સાથે નૃત્ય કરતો આ વિડીયો સોશિયલ મીડિયા પર ફરતો થયો છે.

આ વીડિયોમાં જોઈ શકાય તેમ છે કે બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી સફેદ કપડામાં મોરને નચાવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો આ ચમત્કાર જોઈને લાખો લોકો મંત્રમુગ્ધ રહી ગયા છે. વાયરલ થઇ રહેલા આ વિડીયો હાલ લાખો લોકો જોઈ ચૂક્યા છે. ઘણા લોકો આ વિડીયો પર વિવિધ પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે. તમે પણ જુઓ વિડિયો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *