અંબાલાલ પટેલે તાંબાના સળિયા વડે જમીનમાં પાણી કેમ જોવું તેની સાચી રીત બતાવી, આ જોઈને તમે પણ નહીં કરો વિશ્વાસ, જુઓ વીડિયો…
હવામાન નિષ્ણાંત અને મોટા વેધર એનાલિસ્ટ એવા અંબાલાલ પટેલ દ્વારા વારંવાર વરસાદ અને મોટા વાવાઝોડાને લઈને આગાહી કરવામાં આવતી હોય છે. અંબાલાલ પટેલ કરેલી આગાહીઓ મોટાભાગે સાચી પડતી હોય છે. પરંતુ હાલ સોશિયલ મીડિયા પર અંબાલાલ પટેલનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે.
અંબાકાકાનો વાયરલ થયેલા આ વિડીયોની અંદર તેમણે તાંબાના સળિયા વડે કઈ રીતે જમીનમાં પાણી છે કે નહીં તેને શોધવાની સરળ રીત જણાવી છે. આજ સુધીમાં તાંબાના સળિયાની આ રીતની મદદથી ઘણા લોકો જમીનમાં પાણી શોધતા હોય છે. પરંતુ આ રીતનો કઈ રીતે ઉપયોગ કરવો તેની સાચી ટેકનીક અત્યાર સુધી કોઈની પાસે હતી નહીં પરંતુ અંબાલાલ પટેલ તેની સરળ રીત જણાવી છે.
વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય તેમ છે કે સંધ્યા પંચાલ નામની વિડીયો રિપોર્ટર અંબાલાલ પટેલ સાથે એક ઇન્ટરવ્યૂ દરમિયાન તાંબાના સળિયા વડે કઈ રીતે જમીનમાંથી પાણી શોધી શકાય. તેની સાચી રીત જાણવાનો પ્રયત્ન કરી રહી છે. ત્યારે અંબાલાલ પટેલે આ સમગ્ર માહિતીને મીડિયા સામે ખુલ્લી મૂકી છે. જેનો વિડીયો હાલે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
આ વીડિયોની અંદર સંધ્યા પંચાલ અંબાલાલ પટેલને પ્રશ્ન કરી રહી છે કે પાણી શોધવા માટે કેવા તાંબાના સળીયોનો ઉપયોગ કરવામાં આવે છે ? આ પ્રશ્નનો જવાબ આપતા અંબાલાલ પટેલ કહે છે કે ચાર થી પાંચ MM જાડાઈ, 18 ઇંચ જેટલા લાંબા અને 60 થી 90 અંશના ખૂણે વળેલા બે સળિયાનો ઉપયોગ કરવામાં આવે છે. અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે આ પદ્ધતિ રોમન કેથલિટ ના સમયમાં અમલમાં આવી હતી.