જામીન મળ્યા બાદ કીર્તિ પટેલે કહ્યું- “આ જમન ભાયાણી કહે છે કે હું 2500 રૂપિયામાં કીર્તિ પટેલને બે રાત દીવ…-જુઓ વિડિયો

Tiktok એપ્લિકેશનનો યુઝ કરીને ઘણા બધા લોકો પ્રસિદ્ધ થયા હતા. તેમાં ગુજરાતનો એક નામચીન ચહેરો કીર્તિ પટેલ આજે સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો છે. કીર્તિ પટેલ હંમેશા વિવાદોમાં જોવા મળતી હોય છે. થોડા સમય પહેલા જ આમ આદમી પાર્ટીના વિસાવદરના MLA ભુપતભાઈ ભાયાણીના ભત્રીજા જમન ભાયાણી સાથે વિવાદમાં ઉતરી હતી. થોડા સમય પહેલા કીર્તિ પટેલ સુરતથી પોતાની ટુકડી લઈને જુનાગઢ પહોંચી હતી.

આ સમય દરમિયાન કીર્તિ પટેલ પોતાના સાગરીકો સાથે રસ્તાની વચ્ચોવચ પોલીસ સાથે માથાકૂટ કરતી જોવા મળી હતી જેને કારણે પોલીસ દ્વારા તેની અટકાયત કરીને કીર્તિ પટેલ સહિત તેના સાથીદારોની ધરપકડ કરવામાં આવી હતી. આ ધરપકડ દરમિયાન બે કારને પણ જપ્ત કરી લેવામાં આવી હતી. જેનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો.

પરંતુ આ વિવાદ બાદ હવે કીર્તિ પટેલના જામીન મંજૂર થયા છે. જામીન મંજુર થયા બાદ કીર્તિ પટેલ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જમન ભાયાણી વિરુદ્ધ એક વીડિયો શેર કર્યો છે. શેર કરેલ આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ટ્રેન્ડ થઈ રહ્યો છે. આ વિડીયો વિશે વિગતવાર તમને જણાવી દઈએ કે કીર્તિ પટેલે એક વિડીયો બનાવીને તેમાં જમન ભાયાણીને ધમકી આપતી જોવા મળી રહી છે.

આ વીડિયોમાં કીર્તિ પટેલ જણાવી રહી છે કે મારી શું મેટર છે તે હજુ હકીકત કોઈને ખબર નથી. ભેસાણ ગામમાં જમન ભાયાણી મારા વિશે ખોટી અફવાઓ ફેલાવી રહ્યો છે. તે ગામમાં એવી વાતો ફેલાવી રહ્યો છે કે હું જમન ભાયાણી સાથે 2500 રૂપિયામાં બે રાત દીવ લઈ ગયો હતો. જે આ વીડિયોમાં ચોખ્ખું જોઈ શકાય છે. આ વિડીયો હાલ ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જુઓ વિડિયો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *