બેન્ગ્કોંગથી ભારત આવતા પ્લેનમાં હજારો ફૂટ ઊંચે એક ગુજરાતી યુવક બીજા મુસાફર સાથે લડી પડ્યો, પછી થયું એવું કે…-જુઓ વિડિયો
સોશિયલ મીડિયા પર અવારનવાર સીટી બસો અને ટ્રેનોમાં મુસાફરી દરમિયાન કેટલાક ઘર્ષણ અને ઝઘડાઓના વિડીયાઓ ખૂબ જ વાયરલ થતા હોય છે પરંતુ હાલ એક ખૂબ જ શરમજનક વિડીયો સામે આવ્યો છે. પબ્લિક ટ્રાન્સપોર્ટમાં બસ અને ટ્રેનમાં થતા ઝઘડાઓમાં લોકો નાની એવી વાતમાં મારામારી પર ઉતરી આવતા હોય છે. ઘણી વખત બસ અને ટ્રેનમાં સીટ પર બેસવાને લઈને અને સામાન મુકવાને લઈને ઝઘડાઓ થતા હોય છે.
પરંતુ હાલ વાયરલ થઈ રહેલ આ એક વીડિયોમાં જમીનથી હજારો ફૂટ ઊંચાઈ પર હોંગકોંગ થી ભારત આવી રહેલ ફ્લાઈટમાં બે મુસાફરો વચ્ચે ઘર્ષણ થયું હતું અને ત્યારબાદ આ ઘર્ષણ મારામારી પર ઉતરી આવ્યું હતું જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. મીડિયા અહેવાલ મુજબ તમને જણાવી દઈએ કે બેન્ગ્કોંગથી કોલકાતા એટલે કે ભારત આવી રહેલ થાય સ્માઈલ એરવેઝની ફ્લાઈટમાં એક ગુજરાતી યુવક અન્ય મુસાફર સાથે ઘર્ષણમાં આવ્યો હતો.
વીડિયોમાં જોઈ શકાય તેમ છે કે શરૂઆતમાં આ ગુજરાતી યુવક અન્ય મુસાફરને જણાવી રહ્યો છે કે હાથ નીચે રાખ, હાથ નીચે રાખ પરંતુ આ ઘર્ષણ ત્યારબાદ મારામારી પર ઉતરી આવ્યું હતું. આ મારા મારી થઈ ત્યારે પ્લેન આકાશમાં જમીનથી હજારો ફૂટ ઊંચાઈ પર ઉડી રહ્યું હતું આ બંને યુવકોને ઝઘડતા અટકાવવા માટે ફ્લાઈટમાં કામ કરતા લોકો તેને અટકાવી રહ્યા હતા પરંતુ આકર્ષણ એક મોટી મારામારી પર ઉતરી આવ્યું હતું. મીડિયા અહેવાલ મુજબ જાણવા મળ્યું છે કે આ વાઇરલ વિડીયો 27 ડિસેમ્બર મંગળવારની રાતનો છે.
વીડિયોમાં તમે જોઈ શકો તો છો કે પ્રથમ બે મુસાફરો વચ્ચે થોડી દલીલો જોવા મળી હતી. આ દરમિયાન એર હોસ્ટેસે બંને મુસાફરોને શાંત પાડવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ ગુજરાતી યુવક પોતાના ચશ્મા ઉતારીને અન્ય મુસાફર સાથે હાથ ચાલાકી કરતો વીડિયોમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે. ફ્લાઈટમાં બેઠેલ અન્ય અન્ય મુસાફરો અને કામ કરતા બીજા લોકોએ આ સમગ્ર મામલાને શાંત પાડવાના પ્રયત્ન કર્યો હતો પરંતુ આ મારામારી મોટા પાયે જોવા મળી હતી.
આ મારામારીની સમગ્ર ઘટનાનો વિડીયો અન્ય મુસાફરે ઉતાર્યો હતો અને તેણે પોતાના ટ્વિટર એકાઉન્ટ દ્વારા શેર કર્યો હતો. શેર કરેલ આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ ટ્રેન્ડ પર જોવા મળી રહ્યો છે. આ સમગ્ર ઝઘડા બાબતે એરલાઇન્સ કંપની થાય સ્માઈલ એરવેઝે હજુ સુધી તેના પર કોઈ પ્રતિક્રિયાઓ આપી નથી. વાયરલ થઈ રહેલા આ વીડિયો 15,000 થી પણ વધુ લોકોએ જોઈ લીધો છે આ વિડીયો જોઈને ઘણા લોકોના હોશ ઉડી ગયા છે તો ઘણા લોકો આ વિડીયા પર વિવિધ પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે. અહીં જુઓ વિડિયો…