ચોમાસુ ક્યારે લેશે વિદાય ? નવરાત્રી પહેલા આ વિસ્તારોમાં મેઘરાજા મીની વાવાઝોડા સાથે વરસાદની ધડબડાટી બોલશે અંબાલાલ પટેલ મોટી આગાહી….
રાજ્યમાં આમ જોવા જઈએ તો દર વર્ષની સાપેક્ષે આ વર્ષે પણ સપ્ટેમ્બર મહિનાના બીજા અઠવાડિયાથી ચોમાસુ વિદાય લેવું જોઈએ પરંતુ આ વર્ષે દેશમાં દર વર્ષેની સાપેક્ષે આ વર્ષે 15 દિવસ વહેલું ચોમાસું સક્રિય થયું હતું. ગુજરાત રાજ્યમાં પણ અમુક વિસ્તારોમાં આ વર્ષે આગોતરો વરસાદ નોંધાયો હતો. પરંતુ આ વર્ષે ચોમાસુ લંબાઈ તેવા એંધાણો હાલ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા લગાવવામાં આવી રહ્યા છે.
સમગ્ર રાજ્યમાં હજુ પણ વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ હોવાને કારણે અને થન્ડરસ્ટોમ એક્ટિવિટીના કારણે રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદી માહોલ બન્યો રહેશે તેવું અનુમાન હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા લગાવવામાં આવી રહ્યું છે. તો આ સાથે જ ચોમાસાની વિદાયને લઈને સચોટ એંધાણો આપ્યા છે. તેના કહેવા અનુસાર રાજ્યમાં હાલ ચોમાસાની સિઝનનો હવે છેલ્લો તબક્કો પસાર થઈ રહ્યો છે રાજ્યમાં ખેડૂતોની અને આમ જનતાની નજર ચોમાસું કયા દિવસો પછી વિદાય લેશે તેના ઉપર છે.
અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યમાં આગામી 48 કલાકમાં બંગાળની ખાડીમાં એક સક્રિય લો પ્રશર સિસ્ટમ ઉત્પન્ન થવા જઈ રહી છે આ સિસ્ટમના ભાગરૂપે ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સાથે કચ્છમાં ભારે પવન સાથે તબાહી મચાવે તેવા ભયંકર વરસાદને લઈને મોટું નિવેદન આપ્યું છે. 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની પૂર ઝડપે મીની વાવાઝોડું ઉત્પન્ન થવાની પૂરેપૂરી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના મોટા ભાગના વિસ્તારમાં ભારે તબાહી સર્જશે તેવું એંધાણ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આપ્યું છે.
તો આ સાથે જ નવરાત્રિના દિવસોમાં પણ વરસાદી માહોલ છવાયેલો રહેશે તેને લઈને પણ આગોતરું એંધાણ જાહેર કર્યું છે. આ આગાહીના કારણે ખેડૂતોમાં હાલ ભારે ચિંતાનો માહોલ છવાયેલો છે તો આ સાથે જ અંબાલાલ પટેલના કહેવા અનુસાર સપ્ટેમ્બર મહિનાના છેલ્લા દિવસોમાં રાજ્યમાંથી ચોમાસુ દૂર થવાની શરૂઆત થશે. તો 28 સપ્ટેમ્બર થી ત્રણ ઓક્ટોબર સુધીમાં ઉત્તર ગુજરાત અને કચ્છના કેટલાક વિસ્તારોમાંથી ચોમાસુ વિદાય લેવાની શરૂઆત થશે. અને 8 ઓક્ટોબર પછી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાંથી વરસાદ સંપૂર્ણપણે વિદાય અને પૂર્ણવિરામ જાહેર કરશે.