રાતના અંધારામાં અહીં આભ ફાટશે, આ વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડવાની હવામાન વિભાગની નવી મોટી આગાહી…

હવામાન વિભાગની ગત આગાહી મુજબ આગામી બે દિવસ દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે તે આગાહી સાચી પડી છે. દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે વાતાવરણમાં બપોર પછી અચાનક પલટો આવતા સાંજના સમયે સુરત, વલસાડ, નવસારી, ડાંગ સહિતના વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ શરૂ થયો છે.

હવામાન વિભાગના ડાયરેક્ટર દ્વારા આગામી દિવસોમાં થન્ડરસ્ટોમ એક્ટિવિટીના કારણે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ શકે છે તારીખ 11 સુધી દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા મોટી આગાહીની જાહેરાત કરવામાં આવી છે. સુરતના કેટલાક વિસ્તારો જેવા કે નાના વરાછા, મોટા વરાછા, કામરેજ પુણાગામ , અમરોલી, ઓલપાડ સહિતના વિસ્તારોમાં હાલ ભારે વરસાદ શરૂ થયો છે. જેના કારણે અનેક નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા હોવાના સમાચાર હાલ સામે આવી રહ્યા છે.

હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ રાજ્યમાં ભારે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ શકે છે તેને લઈને મોટી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. બે દિવસ ભારે ગરમી અને બફારાના કારણે રાજ્યના વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો છે. હજુ પણ આગામી ત્રણ દિવસ સુરત, નવસારી, વલસાડ, ડાંગ, દાદરા નગર હવેલી, અમદાવાદ, ગાંધીનગર, ભરૂચ, વડોદરા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.

આગામી દિવસોમાં બંગાળની ખાડીમાં એક સક્રિય લો પ્રેસર સિસ્ટમ ઉત્પન્ન થવા જઈ રહી છે જેના કારણે હજુ પણ ભારે વરસાદ પડી શકે છે આગામી પાંચ દિવસ રાજ્યમાં ભારે વરસાદી માહોલ છવાયેલો રહેશે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે,ભાવનગર સહિતના કેટલાક વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો.

આગામી બે દિવસ અમરેલી, જુનાગઢ, ભાવનગર, પોરબંદર, જામનગર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસી શકે છે તેને લઈને હાલ હવામાન વિભાગ દ્વારા મોટી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. વધુમાં ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો કે સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, છોટાઉદેપુર સહિતના વિસ્તારોમાં માધ્યમથી ભારે વરસાદ નોંધાઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *