હવે તો ભગવાન જ બચાવશે, ગુજરાતના આ ભાગોમાં 12 કલાકમાં વાવાઝોડાં સાથે આભ ફાટશે, ભયંકર વરસાદની અંબાલાલ પટેલે કરી આંખો ફાટી રે એવી આગાહી…
ખતરનાક વરસાદી સિસ્ટમ ગુજરાતથી માત્ર 150 કિમી દૂર છે. આવામાં ખરેખર ઈંચમાં નહીં પણ ફૂટમાં વરસાદના એંધાણ છે. કમ કે, આ સિસ્ટમ જ્યાંથી પસાર થઈ ત્યાં ભયંકર પૂર અને ઘાતક સ્થિતિ સર્જાઈ છે. રાજસ્થાન, મધ્યપ્રદેશમાં જ્યાંથી સિસ્ટમ પસાર થઈ ત્યાં ભયંકર સ્થિતિ સર્જાઇ છે. હજુ પણ વધારે ભયંકર વરસાદ આવશે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 15 ઈંચથી વધારે વરસાદ પડવાની આગાહી કરાઈ છે. આગામી 12 કલાક ગુજરાત માટે ભારે વરસાદનો ખતરો છે. અમદાવાદ, ભાવનગર, આણંદ અને વડોદરામા સિસ્ટમ સક્રિય છે.
અંબાલાલ પટેલે કહ્યુ કે, 30 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આવી સ્થિતિ યથાવત રહેશે. 28 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે. રાજ્યમા 28 ઓગસ્ટ પછી વરસાદની ગતિ ધીમી પડશે. મધ્ય ગુજરાતમાં 6 થી 8 ઇંચ, ઉત્તર ગુજરાતમાં 2 થી 6 ઈંચ વરસાદ, કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં 2 થી 4 ઈંચ જેટલો વરસાદ પડી શકે છે. ફરી 30 થી 31 ઓગસ્ટ બંગાળના ઉપસાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે. સપ્ટેમબર મહિનામાં પણ સારો વરસાદ રહેવાની આગાહી છે. 2 થી 10 સપ્ટેમ્બર ગુજરાતમાં સારો વરસાદ પડવાની શક્યતા છે. 12 થી 15 સપ્ટેમ્બર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદની આગાહી છે.
આગામી 36 કલાક બહુ જ ડેન્જર છે. ખાસ કરીને અમદાવાદ, આણંદ, નડિયાદ, સુરેન્દ્રનગર, મોરબી, ભાવનગર, બોટાદ, રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, દ્વારકા, જામનગર, અને કચ્છના દરિયાઈ કાંઠા માટે આગામી 36 કલાક બહુ જ ભારે છે. આ તમામ જિલ્લા આગામી 36 થી 40 કલાક માટે ડેન્જર ઝોનની સ્થિતિમાં છે. આ જિલ્લાઓને સુપર રેડ એલર્ટ આપી શકાય. કારણ કે, આ જિલ્લાઓમાં હવે જે વરસાદ આવશે તે કેટલાક વર્ષોનો રેકોર્ડ તોડી નાંખે તેવો વરસાદ લાવશે.
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી આવી ગઈ છે. આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારેની વરસાદ અને જળબંબાકારની આગાહી તેમણે કરી છે. તેમણે બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, દ્વારકા, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી અને પોરબંદરના ભાગોમાં ભારે વરસાદની આગાહી છે. કચ્છમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાતના ઘણા ભાગોમાં જળબંબાકારની આગાહી છે. મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર ઘટવાની આગાહી છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદનું જોર યથાવત રહેશે. રાજ્યમાં વરસાદી માહોલ 28 ઓગસ્ટ સુધી યથાવત રહેશે. 28 મી ઓગસ્ટ બાદ રાજ્યમાં વરસાદી જોર ધીમે ધીમે ઓછું થશે.
આજે ભારે વરસાદનું અલ્ટીમેટમ આવી ગયું છે. આજે પણ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓ સિવાય તમામ જિલ્લાઓમાં રેડ અલર્ટ છે. હવામાન વિભાગે કચ્છ સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદ સાથે રેડ એલર્ટ છે. અમદાવાદ, ખેડા, આણંદ, મહીસાગર, વડોદરા, પંચમહાલ, છોટાઉદેપુર, ભરૂચ અને, નર્મદામાં અત્યંત ભારે વરસાદ સાથે રેડ એલર્ટ છે. સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને, દાદરા નગર હવેલીમાં અત્યંત ભારે વરસાદ સાથે રેડ અલર્ટ છે. બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર અને અરવલ્લીમાં ભારેથી અતિ ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ છે.