સૌરાષ્ટ્રના આ માર્કેટયાર્ડમાં નવા જીરૂના ભાવ રેકોર્ડબ્રેક સપાટીએ, ઇતિહાસમાં પહેલીવાર 36,000 ઉપર પહોંચ્યા, વેચતાં પહેલા એકવાર જાણી લો, આજનાં નવા ભાવ…

સૌરાષ્ટ્રના ઘણા બધા મોટા માર્કેટયાર્ડમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાંથી મોટા મોટા વેપારીઓ જીરૂની ખરીદી કરવા માટે આવતા હોય છે. સૌરાષ્ટ્રના ઘણા બધા માર્કેટયાર્ડમાં નવા જીરૂની આવક શરૂ થઈ ગઈ છે. નવા જીરૂની આવક શરૂ થતાની સાથે જ માર્કેટમાં ખૂબ જ તેજી જોવા મળી રહી છે.

સૌરાષ્ટ્રના આ માર્કેટયાર્ડમાં ઇતિહાસમાં પહેલી વખત નવા જીરૂના ભાવ રેકોર્ડ બ્રેક 36,000ની ઉપર પહોંચ્યા છે. જેને કારણે હાલ ખેડૂતોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. માર્કેટ યાર્ડમાં જીરૂની ખરીદી શરૂ થતાની સાથે જ આટલો મોટો ભાવ સાંભળીને ગુજરાતના ખેડૂતો પણ દંગ રહી ગયા છે. સૌરાષ્ટ્રના મોખરે આવતા આ માર્કેટ યાર્ડમાં હરાજી સમયે નવા જીરૂનો મણનો ભાવ રૂપિયા 36001 બોલવામાં આવ્યો છે.

હરાજી શરૂ થતા સૌપ્રથમ વાર નવા જીરૂની 1500 ગુણીની આવક જોવા મળી હતી. સૌરાષ્ટ્રના ગોંડલ માર્કેટ યાર્ડમાં ઇતિહાસમાં પહેલી વખત હરાજીમાં નવા જીરુંનો ભાવ 36,001 જેટલો ઊંચો બોલાતા ખેડૂતોમાં અતિશય આનંદ જોવા મળી રહ્યો છે. જેના કારણે ખેડૂતો અને વેપારીઓ એકબીજાને મીઠાઈ વહેંચતા જોવા મળ્યા હતા.

ગુજરાતના મોખરે ગણાતા માર્કેટયાર્ડમાં ગોંડલ માર્કેટ યાર્ડની ગણના કરવામાં આવે છે. આ માર્કેટયાર્ડમાં દેશના અલગ અલગ રાજ્યોમાંથી મોટા વેપારીઓ જીરૂ અને મસાલાની ખરીદી કરવા માટે આવતા હોય છે. આ વર્ષે જીરૂનું વાવેતર ખૂબ જ ઓછી માત્રામાં થયું છે. જેને કારણે આ વર્ષે જીરૂની અછત વૈશ્વિક બજારોમાં ઊભી થઈ છે. છેલ્લા બે વર્ષથી ગુજરાતમાં જીરૂનું ઉત્પાદન ખૂબ જ ઓછી માત્રામાં થઈ રહ્યું છે.

તમને જણાવી દઈએ કે ડિસેમ્બર મહિનામાં ગોંડલ માર્કેટ યાર્ડમાં જીરૂની ખૂબ જ મોટી આવક નોંધવામાં આવી હતી. આ મહિનામાં એક જ દિવસમાં ગોંડલ માર્કેટ યાર્ડમાં 3500 ગુણીની આવક નોંધાઈ હતી. ત્યારે જીરૂના ભાવ 5000 થી લઈને 5,800 સુધી મણનો ભાવ બોલવામાં આવ્યો હતો. પરંતુ જાન્યુઆરી માસની શરૂઆત થતાની સાથે જ જીરૂના ભાવમાં તોતિંગ વધારો જોવા મળ્યો છે. જેને કારણે હાલ ખેડૂતોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

ગુજરાતનું સૌથી મોટું ઊંઝા માર્કેટયાર્ડ કરતા પણ ગોંડલના માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રેકોર્ડ બ્રેક ઇતિહાસની મોટી સપાટીએ પહોંચ્યો છે. આ ભાવને કારણે હાલ ખેડૂતોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ઉચો ભાવ મળતા ખેડૂતો અને વેપારીઓ વચ્ચે પેંડાની આપલે થઈને મોઢું મીઠું પણ કરાવવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *