રાજ્યના આ વિસ્તારોમાંથી ચોમાસાએ લીધી વિદાય પરંતુ હજુ આ ભાગોમાં તોફાની ભારે વરસાદી માવઠા થવાની હવામાન વિભાગની આગાહી…
સમગ્ર રાજ્યમાં છેલ્લા બે વર્ષની સાપેક્ષમાં આ વર્ષે 100 ટકાથી વધુ વરસાદ પડ્યો છે. આ વર્ષે 127 ટકા સરેરાશ વાર્ષિક વરસાદ સમગ્ર રાજ્યમાં નોંધવામાં આવ્યો છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદે વિદાય લીધી છે હાલ વરસાદની વિદાય સીમારેખા ભરૂચ સુધી પહોંચી છે જેના કારણે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છમાંથી વિધિવત રીતે વિદાય જાહેર કરી છે.
ચોમાસાની વિદાય વચ્ચે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધારે હોવાને કારણે હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ તો કેટલો વિસ્તારોમાં તોફાની ભારે વરસાદને લઈને માટે આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાત હવામાન વિભાગના ડાયરેક્ટર, ડો. મનોરમા મોહન્તી દ્વારા ચોમાસાની વિદાય ને લઈને સમગ્ર અહેવાલ બહાર પાડ્યો છે.
વધુમાં તેમણે મીડિયા સાથેની વાતચીતમાં તેમણે વિગતવાર માહિતી આપતા જણાવ્યું છે કે આગામી પાંચ દિવસોમાં રાજ્યના વાતાવરણ સૂકું અને તડકા છાયા વાળો રહેશે પરંતુ હજુ પણ વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ તેથી મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે અને આગામી બે દિવસમાં બંગાળની ખાડીમાં એક સક્રિય હવાનું હળવું દબાણ ઉત્પન્ન થવા જઈ રહ્યું છે જેના કારણે વાતાવરણમાં પલટો આવી શકે તેમ છે.
આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદી માવઠા થઈ શકે છે જેમાં સુરત, નવસારી, વાપી, વલસાડ, દાદરા નગર હવેલી સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે આ સાથે જ અમદાવાદ અને ગાંધીનગરના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી હળવા વરસાદના ઝાપટાઓ પડી શકે છે. સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં વરસાદની કોઈ સંભાવના હાલ દેખાઈ રહી નથી.
વધુમાં ડો. મનોરમા મોહન્તી મીડિયા સાથેની વાતચીતમાં રાજ્યમાં દરિયાકાંઠાના વિસ્તારો સિવાયના બાકીના તમામ વિસ્તારોમાં તાપમાનમાં વધારો નોંધાય શકે છે સરેરાશ 34 થી 35 ડિગ્રી જેટલું તાપમાન રહી શકે છે આગામી પાંચ દિવસમાં આ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો વધારો પણ નોંધાઈ શકે છે જેના કારણે બફારો ગરમાવટ ભર્યું વાતાવરણ રહેશે.