રાણો રાણાની રીતે, દેવાયત ખવાડના પરાક્રમનો વધુ એક વિડીયો થયો વાઇરલ.. -જુઓ વિડિયો
ગુજરાતના મોટા લોક સાહિત્યકાર દેવાયત ખવડ હાલ ખૂબ જ મુશ્કેલીમાં મુકાયા હોય તેવું લાગી રહ્યું છે. તે અવારનવાર પોતાના ડાયરાઓમાં રાણો રાણાની રીતે અને ખોબા ઉપડી જશે એવા ડાયલોગનો પ્રયોગ કરતા હોય છે. તાજેતરમાં જ દેવાયત ખવડનો એક મારામારી કરતો વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો. જેને કારણે તેની ઉપર કાયદેસરની કાર્યવાહીઓ પણ કરવામાં આવી રહી છે.
દેવાયત ખવાડ અવારનવાર મોટા લાઈવ સ્ટેજ પ્રોગ્રામમાં વટ અને ખુમારીની વાતો કરતો જોવા મળતો હોય છે. પરંતુ હાલ તે ઘરે તાળા મારીને ફોન સ્વીચ ઓફ કરીને અંડર ગ્રાઉન્ડ થયો છે. પોલીસ હાલ દેવાયત ખવડને શોધી રહી છે. દેવાયત ખવાડે પાંચ દિવસ પહેલા મયુર સિંહ રાણા નામના યુવક પર હુમલો કર્યો હતો. દેવાયત ખવડનો આ હુમલો કરતો વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો.
જેને કારણે રાજકોટ પોલીસ સ્ટેશનમાં મયુરસિંહ રાણાએ ફરિયાદ નોંધાવી હતી. દેવાયત ખવાડ સહિત બીજા ત્રણ વ્યક્તિઓની સામે જરૂરી કલમ હેઠળ ગુનો દાખલ કરી પોલીસ દેવાયત ખવડને હાલ શોધી રહી છે. પરંતુ દેવાયત ખવાડ હાલ અંડર ગ્રાઉન્ડ થયો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. દેવાયત ખવડના બીજા પરાક્રમના પણ કેટલાક જૂના વિડીયાઓ હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે.
વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય તેમ છે કે તે દેવાયત ખવાડ લાઈવ સ્ટેજ પ્રોગ્રામમાં બંદૂકથી ભડાકા કરતો નજરે પડી રહ્યો છે. આ વિડીયો ક્યાં વિસ્તારનો છે અને ક્યાં પ્રોગ્રામનો છે તે હજુ જાણી શકાયું નથી. આ લાઇવ પ્રોગ્રામના વાયરલ થઈ રહેલ વિડિયોને લઈને હાલ મોટા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. લાઈવ કાર્યક્રમમાં બંધુક વડે ફાયરિંગ કરવા છતાં દેવાયત ખવડ પર કાર્યવાહી થઈ હશે કે નહિ ? તેને લઈને હાલ મોટા પ્રશ્નો પણ ઉત્પન્ન થઈ રહ્યા છે. જુઓ આ વિડીયો…