તાંબાની પત્રિકામાં લખવું હોય તો લખી લેજો, નવરાત્રીના દિવસોમાં આ ભાગોમાં ભયંકર વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી નવી નકોર આગાહી..
સપ્ટેમ્બર મહિનો પૂર્ણ થતાની સાથે જ સમગ્ર ગુજરાત સહિત દક્ષિણ ભારતમાંથી ચોમાસુ વિદાય લેતું હોય છે પરંતુ આ વર્ષે પરિસ્થિતિ કંઈક અલગ દેખાઈ રહી છે તેવા એંધાણ હાલ હવામાનની નિષ્ણાત અને હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી રહ્યા છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં બંગાળની ખાડીમાંથી ઉત્પન્ન થયેલ સક્રિય સિસ્ટમ અને સાથે અરબી સમુદ્રમાંથી ઉત્પન્ન થયેલ સક્રિય સિસ્ટમના કારણે છેલ્લા એક અઠવાડિયાથી ભારે વરસાદ ખાપકી ચૂક્યો છે.
પરંતુ હજુ પણ આવતા દિવસોમાં વરસાદી ગતિમાં વધારો થાય તેવી સંભાવના હવામાન નિષ્ણાત અને મોટા વેધર એનાલિષ્ટ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ઓગસ્ટ મહિનાની સાપેક્ષે સપ્ટેમ્બર મહિનામાં આ વર્ષે સારો એવો વરસાદ નોંધાયો છે પરંતુ હજુ પણ સપ્ટેમ્બર મહિનાના છેલ્લા દિવસો બાકી રહ્યા છે જેમાં વરસાદ પોતાનું રુદ્ર સ્વરૂપ દેખાડી શકે છે તેવી સંભાવના અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
સપ્ટેમ્બર મહિનાના અંતિમ દિવસોમાં બંગાળની ખાડીમાં હજુ એક નવી મોટી સક્રિય વહેલમાર્ક સિસ્ટમ ઉત્પન્ન થવા જઈ રહી છે જેને તીવ્રતા પસાર થઈ ગયેલ સક્રિય સિસ્ટમ કરતા અનેક ગણી વધારે હોય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે આ સક્રિય સિસ્ટમના કારણે અંબાલાલ પટેલ દ્વારા આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદને લઈને મોટું એંધાણ આપ્યું છે.
તો આ સાથે જ મધ્ય અને ઉત્તર ગુજરાત સહિત કચ્છના અમુક વિસ્તારોમાં પણ વરસાદની ભારે ગતિવિધિઓ જોવા મળશે.તો સાથે જ નવરાત્રીમાં પણ વરસાદને લઈને તેણે ગતિવિધિઓ જાહેર કરી છે તેઓ આગાહી કરતા જણાવે છે કે નવરાત્રિમાં નવે નવ દિવસ વરસાદ ધબધબાટી બોલાવશે.
તો આ સાથે જ અણધાર્યા વરસાદને કારણે ખેડૂતોમાં ભારે ચિંતાનો મહાલ છવાયેલો છે તો સાથે સાથે જ હાલ ટૂંકા ગાળાના પાકો જેવા કે મગ અડદ તલ બાજરી જે હવે પાકવાની તૈયારી ઉપર છે પરંતુ આ કામોસમી ભારે વરસાદને કારણે તેમાં મોટા પાયાનું નુકસાન થઈ શકે છે તો આ સાથે જ નવરાત્રી ખેલૈયાઓ માટે પણ માઠા સમાચાર કહી શકાય.