હાથીભાઈ સૂંઢ ફેરવશે, આ વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદની હવામાન વિભાગની નવી મોટી આગાહી…

રાજ્યમાંથી હાલ ચોમાસું વિદાય લેતે પહેલા હાથીયા નક્ષત્રમાં ભારે વરસાદને લઈને મોટા સંકેતો હાલ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યા છે તો આ સાથે જ તેને કહ્યું છે કે હાલ કચ્છથી ડીસા સુધી ચોમાસા એ સત્તાવાર રીતે વિદાય જાહેર કરી છે પરંતુ સમગ્ર ગુજરાતમાંથી હજુ વરસાદની વિદાય ને થોડો સમય લાગી શકે છે કારણ કે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ છે.

વધુમાં નવરાત્રિનો તહેવાર રાજ્યમાં ધૂમ મચાવી રહ્યો છે. હવામાન વિભાગની આગાહીને કારણે નવરાત્રીની રમઝટમાં વરસાદ પણ ગરબે રમવા આવશે તેવું લાગી રહ્યું છે. રાજ્યમાં ચાર ઓક્ટોબર સુધી નવરાત્રીની રમઝટ ચાલશે ત્યારે આ જ દિવસોમાં પૂર્વ અને દક્ષિણ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના છૂટા છવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

બંગાળની ખાડીમાં ઉપરના થયેલ હવાના હળવા દબાણ અને કારણે 4 ઓક્ટોબર સુધી રાજ્યના વાતાવરણમાં ભારે ફેરફાર જોવા મળી શકે છે જેમાં અમુક વિસ્તારોમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે હાલ હસ્ત એટલે કે હાથીયો નક્ષત્ર ચાલી રહ્યું છે આ નક્ષત્રમાં અમદાવાદ, સૌરાષ્ટ્ર ,વડોદરા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામી શકે છે.

એવું કહેવામાં આવે છે કે જે વિસ્તારોમાં હાથીયા નક્ષત્રમાં વરસાદ વરસે છે તે વિસ્તારોમાં ખેડૂતોને ભારે નુકસાની વેઠવી પડે છે. ચોમાસાનું આ છેલ્લું નક્ષત્ર ગણવામાં આવે છે અને ત્યારબાદ વાતાવરણમાં ઠંડક પ્રસરે છે અને શિયાળાનું આગમન થતું જોવા મળે છે. આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદીમાં હોલ ફરી સક્રિય થવાની આગાહી હાલ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *