લોકસાહિત્યકાર રાજભા ગઢવીએ “પઠાણ” ફિલ્મમાં દીપુડીના બોલ્ડ ભગવા કપડાં જોઈને આપ્યું ચોંકાવનારું નિવેદન …- જુઓ વિડિયો
બોલીવુડ જગતમાં છેલ્લા ઘણા સમયથી ઘણી મોટી મોટી ફિલ્મો બોયકટ થતી રહેતી હોય છે. તો આ સાથે જ બોલીવુડ જગતમાં છેલ્લા ઘણા સમયથી અમુક ખાસ મોટા સુપર સ્ટારની ફિલ્મો પણ સતત ફ્લોપ સાબિત થતી જોવા મળી રહી છે તો આ સાથે જ આ અત્યારે ટ્રેન્ડિંગમાં બોલીવુડના કિંગ ખાન એવા શાહરુખ ખાનની “પઠાણ” ફિલ્મ આવી રહી છે. પરંતુ આ ફિલ્મને લઈને હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ મોટો વિવાદ સર્જાયો છે.
શાહરુખ ખાન, જોન અબ્રાહમ અને દીપિકા પાદુકોણ આ પઠાણ ફિલ્મમાં મોટા પાત્રો તરીકે જોવા મળશે. શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણની આ ફિલ્મ રિલીઝ થતા પહેલા ઘણા લોકો આ ફિલ્મને બોય કટ કરવાની માંગ ઉઠાવી રહ્યા છે. આ લિસ્ટમાં ગુજરાતના લોકપ્રિય સાહિત્યકાર અને મોટા ડાયરા કલાકાર રાજભા ગઢવી પણ સામેલ છે.
આ ફિલ્મ રિલીઝ થતા પહેલા રાજભા ગઢવીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં એક વિડીયો બનાવીને મોટું નિવેદન આપ્યું છે. રાજભા ગઢવીનો આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વિડીયો બનાવીને રાજભા ગઢવી એક સંદેશ આપી રહ્યા છે તે જણાવી રહ્યા છે કે છેલ્લા ઘણા વર્ષોથી આપણા પ્રાચીન સનાતન ધર્મને ખરાબ કરવાનો મોટો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. તાજેતરમાં જ બોલીવુડની મોટી ફિલ્મ પઠાણનું એક ગીત રિલીઝ થયું છે જેમાં દીપિકાએ ભગવું પહેર્યું છે.
વધુમાં તમને જણાવી દઈએ કે રાજભા ગઢવીએ શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણની આ ફિલ્મને ગુજરાતમાં રિલીઝ ન કરવાની મોટી માંગ ઉઠાવી છે. રાજભા ગઢવી આ વીડિયોમાં બોલીવુડ વિશે ઘણી મોટી વાતો પણ કરે છે તે જણાવે છે કે છેલ્લા 75 વર્ષ સુધી તેમણે આ કર્યું છે અને હજુ આ ચાલુ રાખે છે ગુજરાતીઓ બધા તૈયાર થઈ જજો, જેમાં કરણી સેનાના ભાઈઓ હોય, મહાકાલ સેના હોય, શિવસેના હોય, બજરંગ દળ હોય જેટલા પણ આપણા બીજા સંગઠનો, આપણે આ ફિલ્મને ગુજરાતમાં રિલીઝ થવા દેવાની નથી. જુઓ વિડિયો