દિવાળીના પર્વમાં પણ ખજૂર ભાઈ અને તેની ટીમે રાત દિવસ મહેનત કરીને 90 વર્ષના માજી અને તેના 40 વર્ષના દિવ્યાંગ દીકરા માટે બનાવ્યું ઘર અને ઉજવી અનોખી દિવાળી જુઓ વિડિયો…

દિવાળી જેવા મોટા પર્વમાં પણ ખજૂરભાઈ ઉર્ફ નિતીન જાની પોતાના માનવ કલ્યાણના કામોમાંથી નવરાશ કાઢી શક્યા નથી ગુજરાતી લોકપ્રિય કોમેડી મેન અને સમાજ સેવાના કાર્યોમાં હંમેશા આગળ રહેતા ખજૂર ભાઈને આજે ગુજરાતમાં કોઈપણ ઓળખની જરૂર રહી નથી ખજૂર ભાઈ આજે ઘરે ઘરે જાણીતા બન્યા છે અનેક હજારો નિરાધારોને ઘર અને રહેવા માટેની સુવિધાઓ પૂરી પાડી છે.

હાલમાં તેઓ દિવાળીના દિવસે 90 વર્ષના એક ઉંમરલાયક માજી અને પોતાના 40 વર્ષના દિવ્યાંગ દીકરા માટે તેમણે દિવાળી પહેલા વચન આપ્યું હતું કે દિવાળીની દિવસે તેઓ નવા ઘરમાં પ્રવેશ કરશે અને આ આપેલ વચનને સાચું કહ્યું છે દિવાળીના દિવસે જ આ 90 વર્ષના વૃદ્ધ દાદી અને તેમનો 40 વર્ષના દિવ્યાંગ દીકરા સાથે ખજૂર ભાઈએ ધૂમધામથી દિવાળી ઉજવી છે અને દિવાળીના દિવસે જ તેનો ગ્રહ પ્રવેશ કરાવ્યો છે.

આ 90 વર્ષના વૃદ્ધ માજી અને તેના દિવ્યાંગ દીકરા સાથે ખૂબ જ જર્જરીત અને ખખડધજ મકાનમાં રહેતા હતા. તેઓ માટે કમાવવા વાળું પણ કંઈ નહોતું આ સમગ્ર વાતની જાણ ખજૂર ભાઈને થતા તેઓ તેને મળવા પહોંચી ગયા હતા. અને આ સમગ્ર પરિસ્થિતિમાંથી તેને બહાર લાવવા માટે તેનાથી બનતી મદદ કરી અને તેની દિવાળી આ સાર્થક બનાવી છે. આમાંથી અને પોતાના દિવ્યાંગ દીકરાની પરિસ્થિતિ જોઈને ખજૂર ભાઈ પણ ભાવુક થયા હતા.

આનાજુ પરિસ્થિતિમાંથી ખજૂરભાઈ તેમને બહાર લાવવા માટે તે ત્યાં રોકાયા હતા સતત રાત અને દિવસ પોતાની ટીમ અને સ્વયં કામ કરીને આ 90 વર્ષના દાદી અને પોતાના દીકરા માટે એક સુંદર ઘર બનાવ્યું હતું જુના મકાન અને કાટમાળ ને ખસેડીને ત્યાં એક ભવ્ય અને સારું સ્વચ્છ સુંદર મકાન તૈયાર કર્યું છે આ કામ કરવા માટે ખજૂર ભાઈ અને તેને ટીમ સતત ત્રણ દિવસ સુધી રાત્રિના સમયે આરામ પણ કર્યો નથી.

આ વૃદ્ધ 90 વર્ષના માજી અને તેના 40 વર્ષના દિવ્યાંગ દીકરા માટે નવું ઘર નિર્માણ થાય ત્યાં સુધીમાં એક ભારે ટેન્ટ બનાવીને તેમાં રાખવામાં આવ્યા હતા અને તેના માટે કુલર ખાવા પીવા કપડાની વ્યવસ્થા પણ કરી આપી હતી અને દિવાળીના દિવસે મકાનનું કામ પૂર્ણ થતા ખજૂર ભાઈ દિવાળીના દિવસે જ વચન અનુસાર આ દાદી અને તેમના દિવ્યાંગ દીકરાનો નવા ઘરમાં પ્રવેશ કરાવ્યો હતો અને તેની સાથે એક અનોખી દિવાળી બનાવી હતી. આ ગરીબ પરિવારને ત્યાં દિવાળીમાં ખજૂરભાઈએ અંજવાળ કર્યું છે અને દિવાળીની વિશેષ શુભેચ્છા આપી હતી જો તમને આ ખજૂર ભાઈનું કામ પસંદ આવ્યું હોય તો આ પોસ્ટને વધારેમાં વધારે શેર કરવા વિનંતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *