શ્રીલંકા સામેની વનડે સિરીઝ માટે 17 સભ્યોની ભારતીય ટીમની મોટી જાહેરાત, બૂમરાહની થઈ એન્ટ્રી, જાણો કોને મળ્યું સ્થાન અને કોનું પત્તું કપાયું…
ભારત અને શ્રીલંકા વચ્ચે 3 જાન્યુઆરીથી શરૂ થયેલ ત્રણ મેચોની T-20 સિરીઝ શનિવારે પૂર્ણ થઈ છે. આ સમગ્ર સીરીઝમાં ભારતે શ્રીલંકા સામે 2-1 થી ભવ્ય વિજય મેળવ્યો છે. આ સિરીઝની ફાઈનલ મેચ શનિવારે રાજકોટ ખાતે રમાઈ હતી. જેમાં ભારતે 91 રને ભવ્ય જીત મેળવી હતી. આ સિરીઝ બાદ શ્રીલંકા સામે હવે ત્રણ મેચોની વન-ડે સિરીઝ શરૂ થવા જઈ રહી છે.
શ્રીલંકા સામેની ત્રણ મેચોની વનડે સિરીઝની શરૂઆત 10 જાન્યુઆરીથી શરૂ થવા જઈ રહી છે. આ વનડે સિરીઝ માટે BCCIએ તાજેતરમાં જ 17 સભ્યોની ભારતીય ટીમની મોટી જાહેરાત કરી છે. આગામી વર્ષ 2023માં આવી રહેલ વન ડે વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને BCCI એ ટીમ ઇન્ડિયામાં ઘણા બદલાવો કર્યા છે. ટીમ ઇન્ડિયાનો સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રિત બુમરા સંપૂર્ણ સ્વસ્થ થઈ જતા શ્રીલંકા સામેની આ વનડે સિરીઝમાં મેદાને ધૂમ મચાવતો જોવા મળશે.
BCCI એ વનડે સિરીઝ માટે જાહેર કરેલ ભારતીય ટીમમાં રોહિત શર્મા ફરી વાપસી કરવા જઈ રહ્યો છે. બાંગ્લાદેશ સામેની વનડે સિરીઝમાં ઈજાગ્રસ્ત થવાના કારણે ટેસ્ટ શ્રેણી માંથી તે બહાર થયો હતો. પરંતુ શ્રીલંકા સામેની વનડે સિરીઝમાં ફરી મેદાને ઉતરશે. ટીમ ઇન્ડિયાની પસંદગીકર્તા દ્વારા આ સિરીઝમાં ઘણા સિનિયર ખેલાડીઓને બહાર કરવામાં આવ્યા છે અને ઘણા નવા યુવા ખેલાડીઓને ટીમમાં મોટી તક આપવામાં આવી છે.
વનડે વર્લ્ડ કપ 2023 ને ધ્યાનમાં રાખીને રોહિત શર્મા, કે એલ રાહુલ, વિરાટ કોહલીને ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે તો આ સાથે જ વિકેટકીપર બેટ્સમેન તરીકે રિષભ પંતને અકસ્માતને કારણે બહાર કરવામાં આવ્યો છે. રિષભ પંતના સ્થાને કેલ રાહુલ વિકેટકીપિંગ કરતો નજરે પડશે. તો આ સાથે જ હાર્દિક પંડ્યા અને સૂર્યકુમાર યાદવને પણ મોટી તક આપવામાં આવી છે. ચાલો જાણીએ કોને આપ્યું સ્થાન અને કોનું પત્તું કપાયું…
વનડે શ્રેણી માટે BCCI એ જાહેર કરેલ 16 સભ્યોની ટીમ ઈન્ડિયા : રોહિત શર્મા, હાર્દિક પંડ્યા, વિરાટ કોહલી, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ, કેએલ રાહુલ, શ્રેયસ ઐયર, ઈશાન કિશન, વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી, ઉમરાન મલિક, અર્શદીપ સિંહ, જસપ્રિત બુમરાહ..