રાતના અંધારામાં આભ ફાટશે, આ વિસ્તારોમાં વાવાઝોડા સાથે તોફાની ભયંકર વરસાદ પાડવાની અંબાલાલ પટેલે કરી મોટી આગાહી…
રાજ્યમાં એક તરફ હાલ કાળ જાળ ગરમી પડી રહી છે. તો બીજી તરફ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી માવઠા જોવા મળ્યા છે. ગરમીની સાથે જ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગામી ત્રણ દિવસ એટલે કે 15,16 અને 17 માર્ચની વચ્ચે રાજ્યના આ વિસ્તારોમાં વાવાઝોડા સાથે તોફાની ભારે વરસાદને લઈને મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
છેલ્લા બે દિવસથી રાજ્યના વાતાવરણમાં મોટા ફેરફાર જોવા મળ્યા છે. કમોસમી વરસાદને કારણે ગુજરાતના ખેડૂતોમાં હાલ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ઉનાળુ પાક જેવા કે ઘઉં બાજરી ચણા જે હવે પાકવાની પૂર્ણ તૈયારીમાં છે. આવી સ્થિતિમાં જો કમોસમી માવઠા થાય તો ગુજરાતના ખેડૂતોને ભારે નુકસાન થઈ શકે છે.
બંગાળની ખાડી અને અરબ સાગરમાં છેલ્લા બે દિવસથી ભારે ભેજવાળા પવનો વાઇ રહ્યા છે જેને કારણે આગામી ત્રણ દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં તોફાની ભારે પવન સાથે કમોસમી માવઠા થવાની પૂરી શક્યતાઓ હાલ હવામાન વિભાગ દ્વારા અને નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે રાજ્યના કેટલાક વિસ્તારો જેવા કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં થનડરસ્ટોમ એક્ટિવિટીને કારણે વાતાવરણમાં અચાનક ફેરફાર થઈ શકે છે અને પવન સાથે તોફાની ભારે વરસાદ પડી શકે છે. તેને લઈને મોટી માહિતી આપી છે.
તમને જણાવી દઈએ કે આગામી 15 16 17 તારીખના રોજ સૌરાષ્ટ્ર સહિત કચ્છ ના મોટાભાગના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે તેને લઈને હવામાન વિભાગે પણ મોટી જાહેરાત કરી છે. હવામાન વિભાગની આ મોટી જાહેરાતને કારણે હાલ રાજ્યના ખેડૂતોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે.
સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ જેવા કે ભાવનગર, રાજકોટ, જામનગર, અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ સહિતના જિલ્લાઓમાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે. તો આ સાથે જ તારીખ 19 થી 21માં દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓ જોવા કે સુરત, ભરૂચ, નવસારી, વલસાડ, ડાંગ, દાદરા નગર હવેલી સહિતના વિસ્તારોમાં ભારે ફૂંકાઈ શકે છે. જેને કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે.