યુવરાજે કહ્યું- શુભમન ગિલ ન હોય તો ઇશાનને નહીઁ પરંતુ આ ખેલાડીને આપવું જોઈએ સ્થાન…
ભારતીય ક્રિકેટ ટીમ આવતીકાલે અરુણ જેટલી સ્ટેડિયમમાં અફઘાનિસ્તાન સામે મહત્વની મેચ રમવાની છે. આ મેચ પહેલા હાલમાં બંને ટીમોના તમામ ખેલાડીઓ પ્રેક્ટિસ કરતા જોવા મળ્યા છે. ઓસ્ટ્રેલિયા સામે જીત મેળવ્યા બાદ હવે અફઘાનિસ્તાન સામે પણ જીત મળે તેવી આશા રહેલી છે. આ મેચ શરૂ થાય તે પહેલા હાલમાં યુવરાજ સિંહ દ્વારા મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે.
ઓપનિંગ જોડીની વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી શુભમન ગિલ રોહિત સાથે ઓપનિંગ કરી રહ્યો હતો. તે બંને ઘણી મોટી ભાગીદારી બનાવી રહ્યા હતા પરંતુ ગિલ અચાનક જ બીમાર પડ્યો છે. જેથી હાલમાં તે હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યો છે. તેના સ્થાને પ્રથમ મેચમાં ઈશાનને મેદાને ઉતારવામાં આવ્યો હતો પરંતુ તે નિષ્ફળ રહ્યો હતો. આવી સ્થિતિમાં યુવરાજે આ ખેલાડીને પ્રાથમિકતા આપવાનું કહ્યું છે.
યુવરાજ સિંહે તાજેતરમાં કહ્યું છે કે શુભમન ગિલ ન હોય તો ઈશાનને નહીં પરંતુ આ ખેલાડીને પ્રાથમિકતા આપવી જોઈએ. તેનામાં દરેક પ્રકારની આવડત રહેલી છે. આ ઉપરાંત તે કોઈ પણ ક્રમ પર રમી શકે છે. આ પહેલા પણ તે રોહિત સાથે ઓપનિંગ કરીને ઘણા મોટા સ્કોર બનાવી ચૂક્યો છે. હાલમાં પણ તે સારા ફોર્મમાં છે. તો ચાલો આપણે જાણીએ કે આ ભારતીય ખેલાડી કોણ છે.
તમને જણાવી દઈએ કે યુવરાજે તાજેતરમાં કેએલ રાહુલને ઓપનર તરીકે ઉતારવાનું કહ્યું છે. તેણે જણાવ્યું છે કે રાહુલ પહેલા રોહિત સાથે ઓપનિંગ કરીને ઘણા રન બનાવતો હતો પરંતુ મિડલ ઓર્ડરમાં નબળાઈ હોવાના કારણે તેને મધ્યમ ક્રમમાં સેટ કરવામાં આવ્યો હતો. હવે ફરી એક વખત મુશ્કેલીના સમયમાં તેને ઓપનર તરીકે ઉતારવો જોઈએ. તે રોહિત સાથે મોટી ભાગીદારી બનાવી શકે છે.
રાહુલ હાલમાં ઓસ્ટ્રેલિયા સામે શાનદાર બેટિંગ કરતો જોવા મળ્યો હતો. આ પહેલા પાકિસ્તાન સામે તેણે એશિયા કપમાં પણ આવી જ રીતે મુશ્કેલીમાં મોટી રમત બતાવી હતી. આવી સ્થિતિમાં હવે તેને ઉપરના ક્રમ પર સ્થાન મળવું જોઈએ. આગામી તમામ મેચોમાં તે ઘણો મહત્વનો સાબિત થઈ શકે છે. ભારતીય ટીમ ફરી એક વખત બદલાયેલી જોવા મળી શકે છે.