ઘેટાં-બકરાં ચરાવતી છોકરીએ સૂર્યકુમાર યાદવની સ્ટાઈલમાં 360 ડિગ્રીએ ફટકાર્યા એવા શોર્ટ આ જોઈને તમે સૂર્યાને પણ ભૂલી જશો, જુઓ Video
સોશિયલ મીડિયાના માધ્યમથી અવારનવાર કેટલાક ખાસ વિડીયો વાયરલ થતા હોય છે. જેમાં વાયરલ થઈ રહેલા વ્યક્તિ રાતોરાત સ્ટાર બની જતી હોય છે. તાજેતરમાં જ રાજસ્થાનના બાડમેર જિલ્લાનો એક વિડીયો આ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક 14 વર્ષની નાની છોકરી જે ઘેટા બકરા ચરાવતી હોય છે. પરંતુ તે ક્રિકેટમાં ખૂબ જ રસ ધરાવે છે.
વાયરલ થઈ રહેલા આ છોકરી ટીમ ઇન્ડિયાના સ્ટાર બેટ્સમેન સૂર્યકૂમાર યાદવની મોટી ફેન્સ હોય છે. ફક્ત 14 વર્ષની આ છોકરી ક્રિકેટર સૂર્યકુમાર યાદવની જેટ બેટને ફેરવીને ચોગ્ગા અને છગ્ગા મારી રહી છે. આ વિડીયો રાજસ્થાનના બાડમેર જિલ્લાના શિવ શેરપુરા ગામનો હોવાનું સામે આવી રહ્યો છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં નાની બાળકી ખૂબ જ જોરદાર શોર્ટ ફટકારી રહી છે જેને કારણે તેનો આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ રહ્યો છે.
વીડિયોમાં જોઈ શકાય તેમ છે કે ગામના કેટલાક બાળકો રેતાળ મેદાનમાં ક્રિકેટ રમતા જોવા મળી રહ્યા છે. જેમાં એક 14 વર્ષની બાળકી સૂટ સલવાર પહેરીને ખુલ્લાબેટથી જોરદાર શોટ ફટકારી રહી છે. દરેક બોલ બાઉન્ડ્રીની બહાર જઈ રહ્યા છે. આ વીડિયો જોઈને મોટા મોટા લોકો આ નાની બાળકીની પ્રશંસાઓ કરી રહ્યા છે. સૂર્યકુમાર યાદવની આ મોટી ફ્રેન્ડ્સ સૂર્યાની કોપી ટુ કોપી બેટિંગ કરતી જોવા મળી છે.
તમને જણાવી દઈએ કે આ 14 વર્ષની આ છોકરી દરરોજ ત્રણથી ચાર કલાક બેટિંગ કરે છે અને તેના શાળાના શિક્ષકો પણ તેને પ્રેક્ટિસ કરાવતા હોય છે એવું પણ સામે આવી રહ્યું છે કે આ 14 વર્ષની બાળકી ગ્રામ પંચાયત થી માંડીને જિલ્લા કક્ષા સુધી ગ્રામીણ ઓલમ્પિકમાં શાનદાર ક્રિકેટ રમી ચૂકી છે. તો વધુમાં તેઓ છોકરાની ટીમમાં પણ ઘણીવાર રમી ચૂકી છે.
મીડિયા અહેવાલ મુજબ પ્રાપ્ત થતી માહિતી મુજબ તમને જણાવી દઈએ કે આ છોકરીની પિતરાઈ બહેન અનિશા જે ચેલેન્જર ક્રિકેટ ટ્રોફી અંડર 19 માં પસંદ કરવામાં આવી હતી. તેની જેમ આ છોકરીને પણ ટીમ ઇન્ડિયા માટે રમવું તેનું સપનું છે. તેની આ જોરદાર બેટિંગનો વિડીયો આમ આદમી પાર્ટી અને દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે પણ ગઈકાલે પોતાના ટ્વિટર એકાઉન્ટ દ્વારા ટ્વિટ કર્યો છે. જુઓ વિડિયો…