મહેન્દ્રસિંહ ધોનીએ ક્રિકેટ અને ખેતી બાદ હવે શરૂ કર્યો આ નવો બિઝનેસ જાણીને તમને પણ લાગશે નવાઈ જાણો…
વાચકમિત્રો આજે આપણે આ લેખમાં ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની વિશે વાત કરવાનાં છીએ. મહેન્દ્રસિંહ ધોનીએ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી એને હજુ લાંબો સમય થયો નથી તેવામાં થોડા સમય પહેલા તેમણે ખેતી ને લગતી કામગીરી શરૂ કરી હતી અને હવે તેમણે એક નવો બિઝનેસ પોતાના ફાર્મ હાઉસ પર શરૂ કર્યો છે. આ બિઝનેસ કંઈક એવો છે કે એના ઇજા ફાર્મ હાઉસ પર આ બિઝનેસને અંજામ આપવામાં આવ્યો છે તેના ફાર્મ હાઉસ પર લગભગ 150 થી વધુ જાતિ પ્રજાતિની ગાયો રાખવામાં આવી છે અને તેની સારસંભાળ અને ઉછેર કરવામાં આવી રહ્યો છે.
મહેન્દ્રસિંહ ધોની હવે ગાયના ઉછેર માટે ખૂબ જ મહેનત કરી રહ્યા છે. તેમજ આ ફાર્મ માથી દરરોજ 500 લિટર થી વધુ દૂધ આજુબાજુના બજારોમાં વેચવામાં આવી રહ્યું છે. ભૂતપૂર્વ ટીમ ઇન્ડિયાના કેપ્ટન એમએસ ધોની તેમણે ક્રિકેટમાં પોતાની ફરજ અદા કરી ત્યારબાદ તેમણે રાજધાની રાંચીમાં તેમને પોતાના ખેતરો અને તેની ઉત્પાદન ને લગતી કામગીરી શરૂ કરી હતી. અને હવે ત્યારબાદ ગાય ઉછેર અને તેના પાલન માટે એમ એસ ધોની આગળ આવ્યા છે. ગાયોના ઉછેર અને પાલન માંથી દરરોજનું 500 લિટર થી પણ વધુ દૂધનું ઉત્પાદન થઈ રહ્યુ છે. આ 500 લિટર દૂધ તેમના અલગ અલગ આવેલા આઉટલેટ્સ પર વેચવામાં આવી રહ્યું છે.
એ જાણવું પણ જરૂરી છે કે કોરોનાની હાલની પરિસ્થિતીને ધ્યાનમાં લેતા મોટાભાગના દૂધની વહેંણી ઘરઘરાઉ થઈ રહી છે એટલે કે હોમ ડિલિવરી આપવામાં આવી રહી છે. હોમ ડિલિવરી હોવા છતાં અમુક પ્રકારના લોકો જે સવારે મોર્નિંગમાં ચાલવા નીકળે છે તેઓ ફાર્મ ના આઉટલેટ્સ પર દૂધની ખરીદી કરવા માટે પહોંચી જાય છે.
વધુ માહિતી મળતી અનુસાર હાલના સમયમાં મહેન્દ્રસિંહ ધોનીના ફાર્મ હાઉસ ઉપરથી નીચેના ત્રણ પ્રકારના દૂધનું ઉત્પાદન થઈ રહ્યુ છે અને તેની વેચાણ કિંમત નીચે મુજબ છે. 1.ગુજરાતની પ્રસિદ્ધ ગીર ગાય તેના ઉછેર માંથી મળતા દૂધની કિંમત 130 રૂપિયા પ્રતિ લીટર છે 2.હોજન ફ્રીજેન જાતિની ગાયનું દૂધ 55 રૂપિયા પ્રતિ લીટરની ની કિંમત થી વેચવામાં આવી રહ્યું છે
3. સાહીવાલ જાતિની ગાયનો પણ ઉછેર અહીં કરવામાં આવી રહ્યો છે જેના દૂધની કિંમત 90 રૂપિયા પ્રતિ લીટર રાખવામાં આવી છે. વધુમાં ગુજરાતમાંથી આવતી જાતિ સ્વર્ણિમ ગીર ગાયનું દૂધ ખૂબ જ ઉત્તમ પ્રકારનું અને ખૂબ જ પોષકતત્વો યુક્ત તેમજ આરોગ્યને ખૂબજ અનુકૂળ માનવામાં આવે છે. આ ગાયના દૂધના રંગની વાત કરીએ તો હળવા ક્રીમ જેવા રંગનું દેખાય છે. વધુ માહિતી મળતી અનુસાર કોરોનાંની પરિસ્થિતિ ને ધ્યાનમાં રાખીને દૂધની વહેંચણી બોટલોમાં કરવામાં આવી રહી છે. એમ એસ ધોની ના આઉટલેટ સાંભળતા શિવાનંદ પોતાનું નિવેદન આપતા જણાવ્યું હતું કે ઈજા ફાર્મ હાઉસમાં મોટાપાયા પર દૂધ ઉત્પાદન થઈ રહ્યું છે.
ફાર્મ હાઉસ થી દરરોજ 500 લિટર થી વધુ દૂધ રાજધાની રાંચીમાં આવેલા તેમના ત્રણ આઉટલેટ પર તેની વહેચણી કરવામાં આવી રહી છે. વધુમાં અમુક દુધના જથ્થાની કોરોના ગાઇડલાઇન્સ પ્રમાણે હોમ ડિલિવરી કરવામાં આવી રહી છે. આ સુવિધા આપવામાં આવી હોવા છતાં પણ અમુક લોકો આઉટલેટ સુધી દુધ ખરીદવા માટે પહોંચી આવે છે. વધુમાં શિવાનંદ આગળ જણાવતા કહે છે કે ઇજા ફાર્મ હાઉસમાં થતા દૂધના ઉત્પાદન પર ખૂબ જ કાળજી અને ધ્યાન રાખવામાં આવી રહ્યું છે અને આ દૂધની ગુણવત્તા અને તેની શુદ્ધતા સારી છે. આવા દૂધ ના કારણે ગ્રાહકો ને કોઈપણ પ્રકારની મુશ્કેલીઓ ન પડે તે માટે વધુ કાળજી લેવામાં આવી રહી છે.