તારે હવે ઘરે બેસવું જોઈએ, સતત ફ્લોપ સાબિત થતા આ દિગ્ગજ ખેલાડીને તાત્કાલિક ટીમ માંથી બહાર કરવાની થઈ મોટી માંગ…

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચોની વન-ડે સિરીઝની શાનદાર શરૂઆત થઈ છે. આ સિરીઝની પ્રથમ મેચમાં ભારતે શાનદાર વિજય મેળવ્યો છે. ત્યારબાદ હવે બીજી વન-ડે મેચ વિશાખાપટ્ટનમ ખાતે શરૂ થઈ છે. આ મેચ વિશે ટૂંકમાં વાત કરીએ તો પ્રથમ ઓસ્ટ્રેલિયન કેપ્ટન સ્મિથે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે અને ભારતીય ટીમના પ્રથમ બેટિંગ કરવા માટે મેદાને વધારી છે.

બેટિંગ કરવા માટે ઉતરેલ ભારતીય ટીમ શરૂઆતમાં સંપૂર્ણ ફ્લોપ સાબિત થઈ છે. મિશેલ સ્ટાર્કએ ટીમ ઇન્ડિયાના તમામ ઓપનિંગ બેટ્સમેનો જેવા કે શુભમન ગીલ, રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યાને આઉટ કર્યા છે. ભારતના ઓપનિંગ બેટ્સમેનો આઉટ થતાની સાથે જ ભારતીય ટીમ ખૂબ જ નબળી સ્થિતિમાં જોવા મળી રહી છે. તો બીજી તરફ આ સ્ટાર ખેલાડીને તાત્કાલિક ટીમ માંથી બહાર કરવાની પણ મોટી માંગ ઉઠી રહી છે.

ટીમ ઇન્ડિયાનો આ સ્ટાર બેટ્સમેન છેલ્લા ઘણા સમયથી ક્રિકેટના તમામ ફોર્મેટમાં સતત ફ્લોપ સાબિત થઈ રહ્યો છે. આ સ્ટાર ખેલાડીને સતત ટીમમાં સ્થાન આપવામાં આવી રહ્યું છે પરંતુ તે કંઈ ખાસ કમાલ બતાવી શકતો નથી. જેને કારણે હાલ તેને બહાર કરવાની મોટી માગ ઉઠી છે. તો બીજી તરફ બીજી વન-ડે મેચમાં પણ તે પહેલા જ બોલ પર ક્લીન આઉટ થયો છે. જેને કારણે આ બહાર કરવાની માંગ ખૂબ જ ઉગ્ર બની છે. ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.

સતત ફ્લોપ સાબિત થતો આ ખેલાડી બીજું કોઈ નહીં પરંતુ ટીમ ઇન્ડિયાનો 360 ડીગ્રી પ્લેયર સૂર્યકૂમાર યાદવ છે. આ સ્ટાર ખેલાડીને રોહિત શર્માનો ખૂબ જ ખાસ ખાસ માનવામાં આવે છે. રોહિત શર્મા તેને સતત ટીમમાં સ્થાન આપ્યું છે પરંતુ હવે તેનો વિશ્વાસ પણ તૂટતો નજરે પડી રહ્યો છે.

બીજી વન-ડે મેચ દરમિયાન બેટિંગ કરવા ઉતરેલ સૂર્યકૂમાર યાદવ મિશેલ સ્ટાર્કના પહેલા જ બોલ ઉપર ક્લીન આઉટ થયો હતો. જેને કારણે હાલ સોશિયલ મીડિયા પર તેને બહાર કરવાની મોટી માંગ ઉઠી છે. તો કેટલાક ચાહકો તેના પર વિધિ વિવિધ પ્રતિક્રિયાઓ પણ આપતા જોવા મળ્યા છે. કેટલાક કહે છે કે તેને હવે ઘરે જ રહેવું જોઈએ, તેને હવે નિવૃત્તિ જાહેર કરવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *