તારે હવે નિવૃત્તિ લઇ લેવી જોઇએ, સતત ફ્લોપ સાબિત થતા આ ઘાતક ખેલાડીને બહાર કરવાની ઉઠી માંગ…
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વનડે સીરીઝ રમાઈ રહી છે. જેમાં ભારતને સતત બીજી હાર મળી હતી. બાંગ્લાદેશે ભારતને બીજી વન-ડે મેચમાં પણ કારમી હાર આપી છે. ભારત આ મેચ હાર્યા બાદ બાંગ્લાદેશ સમગ્ર વનડે સિરીઝમાં 2-0ની મોટી લીડ મેળવી છે. ટીમ ઇન્ડિયાને આ સિરીઝ જીતવી હવે ખૂબ જ મુશ્કેલ બની ગઈ છે. આ મેચમાં હાર બાદ રોહિત શર્મા સહિત તમામ ખેલાડીઓ ભારે ચિંતામાં જોવા મળ્યા હતા.
બીજી વન-ડે મેચ વિશે ટૂંકમાં વાત કરીએ તો બાંગ્લાદેશે પ્રથમ ટોચ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને ટીમ ઇન્ડિયાને બોલિંગ કરવા માટે આમંત્રિત કરી હતી. બાંગ્લાદેશે ખૂબ જ સારું પ્રદર્શન દેખાડ્યું હતું. જેને કારણે બાંગ્લાદેશી બેટ્સમેનોએ 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 271 રનનો મોટો લક્ષ બનાવ્યો હતો. ત્યારબાદ ટીમ ઇન્ડિયા મોટા ટાર્ગેટને પૂર્ણ કરવા માટે મેદાને ઉતરી હતી.
ટીમ ઇન્ડિયાની ઓપનિંગ જોડીમાં આ વખતે મોટો બદલાવ કરવામાં આવ્યો હતો. રોહિત શર્મા ઇજાગ્રસ્ત થવાને કારણે ઓપનિંગ કરવા માટે સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી અને શિખર ધવન આવ્યા હતા. પરંતુ શિખર ધવન છેલ્લા ઘણા સમયથી સતત ક્લોપ સાબિત થઈ રહ્યો છે જેને કારણે હાલ તેને ટીમમાંથી બહાર કરવાની મોટી માંગો ઉઠી રહી છે. તેના સ્થાને ઘણા નવા યુવા ખેલાડીઓને તક આપવી જોઈએ.
શિખર ધવન ન્યૂઝીલેન્ડ સામેની T 20 અને વન-ડે સિરીઝમાં પણ સતત ફ્લોપ સાબિત થયો હતો. છતાં પણ કેપ્ટન રોહિત શર્માએ તેના પર વિશ્વાસ મૂકીને બાંગ્લાદેશ પ્રવાસ પર મોટું સ્થાન આપવામાં આવ્યું હતું. પરંતુ તે આ સિરીઝમાં પણ સંપૂર્ણ ફ્લોપ સાબિત થયો છે. જેને કારણે હાલ તેને નિવૃત્તિ લેવી જોઈએ તેવી માંગો ઊઠી રહી છે. ઓપનિંગ બેટ્સમેન શિખર ધવન બીજી વન-ડે મેચમાં ફક્ત 8 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.
પ્રથમ વન-ડે મેચમાં પણ શિખર ધવન કઈ ખાસ પ્રદર્શન બતાવી શક્યો નહીં. ટીમ ઇન્ડિયા માટે હાલ તે બોજ બની ચૂક્યો છે. જેને કારણે તેને હાલ બહાર કરવાની મોટી માંગ ઉઠી રહી છે. શિખર ધવન છેલ્લા ઘણા સમયથી ખૂબ જ ઓછા રન બનાવીને આઉટ થઈ રહ્યો છે. તે સતત ખરાબ ફોર્મમાં ચાલી રહ્યો છે. આવા કારણોસર તેને ટીમ ઇન્ડિયા માંથી બહાર કરવાની મોટી ચર્ચાઓ ચાલી રહી છે.